spot_img

આવનાર જૂન મહિનો તમારા માટે લઇને આવી રહ્યો છે માઠા સમાચાર, આ પાંચ વસ્તુઓ થશે મોંઘી

દેશમાં હાલ જનતા પર ચારેબાજુથી મોંઘવારીનો માર પડી રહ્યો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી વચ્ચે જનતાને પેટ્રોલ-ડીઝલમાં સામાન્ય ઘટાડો કરીને થોડી રાહત આપી છે. પરંતુ આટલી રાહત જનતાને પરવડે તેમ નથી. બીજી બાજુ મે મહિનો પુરો થવામાં છે, અને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ દેશમાં થઈ રહેલા ફેરફાર પ્રમાણે જૂનથી અમુક નિયમો બદલાઈ રહ્યા છે, જેણા કારણે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે તે સ્વાભાવિક છે.

  • SBIનું હોમ લોન વ્યાજ વધશે

દેશની સૌથી મોટી બેંક એટલે SBI. જો આ બેંકમાં તમારી હોમ ચાલતી હશે તો તમને મોટી અસર થવાની છે. એસબીઆઈએ હોમ લોન માટે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) વધાર્યો છે. હવે આ બેન્ચમાર્ક રેટ 0.40 ટકા વધીને 7.05 ટકા થઈ ગયો છે. એ જ રીતે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) પણ 0.40 ટકા વધીને 6.65 ટકા થયો છે.

  • એક્સિસ બેંકમાં વધુ પૈસા રાખવા પડશે:

ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કે અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ઈઝી સેવિંગ્સ અને સેલેરી પ્રોગ્રામ્સના એકાઉન્ટ માટે સરેરાશ માસિક બેલેન્સની મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ. 25,000 કરી છે. જો ગ્રાહક રૂ. 01 લાખની ટર્મ ડિપોઝીટ રાખે છે, તો તેને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવશે

  • આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ મોંઘી

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે જણાવ્યું છે કે હવે આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ માટે ઈશ્યુઅર ચાર્જ લાગશે. આ ચાર્જ 15 જૂનથી લાગુ થશે. નિયમોમાં ફેરફાર થયા પછી દર મહિનાના પ્રથમ ત્રણ ટ્રાન્ઝેક્શન મફત હશે. ચોથા ટ્રાન્ઝેક્શનથી દર વખતે 20 રૂપિયા અને GST ચૂકવવો પડશે.

  • ગોલ્ડ હોલમાર્કિંગ:

હવે 1 જૂનથી સોનું ખરીદવું પણ મોંઘું બનશે. ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો 01 જૂનથી લાગુ થવા જઈ રહ્યો છે. જેના કારણે હવે 256 જૂના જિલ્લાઓ સિવાય, 32 નવા જિલ્લાઓમાં પણ આકારણી અને હોલમાર્કિંગ કેન્દ્રો ખૂલવા જઈ રહ્યા છે. પછી આ તમામ 288 જિલ્લામાં સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ ફરજિયાત બની જશે.

  • મોટર વીમા પ્રીમિયમ મોંઘું

આ મહિનાની શરૂઆતમાં હવે ગાડી ચલાવવી પણ મોંઘી પડે તેમ છે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની તાજેતરની સૂચના અનુસાર 1000cc સુધીની એન્જિન ક્ષમતા ધરાવતી કાર માટે વીમા પ્રીમિયમ ઓછામાં ઓછું 2,094 રૂપિયા હશે. કોવિડ પહેલા 2019-20માં તે 2,072 રૂપિયા હતું. જ્યારે, 1000cc થી 1500cc સુધીની કાર માટે વીમા પ્રીમિયમ રૂ. 3,416 હશે, જે અગાઉ રૂ. 3,221 હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles