spot_img

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકાઇ બ્લેક સ્યાહી, બેંગલુરુમાં કરી રહ્યા હતા પ્રેસ કોન્ફ્રન્સ

બેંગલુરુ: કર્ણાટકમાં સોમવારે એક કાર્યક્રમમાં ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. ટિકૈત અને સિંહ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એક સ્થાનિક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર ખુલાસો આપી રહ્યા હતા ત્યારે તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. તેના સ્ટિંગ ઓપરેશનમાં ન્યૂઝ ચેનલે કર્ણાટકના ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખરને પૈસાની માંગણી કરતા રંગે હાથે પકડવાનો દાવો કર્યો હતો.

રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પ્રેસને સંબોધતા સ્પષ્ટતા કરી રહ્યા હતા કે તેઓ સામેલ નથી અને ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખર સામે પગલાં લેવા જોઈએ. આ દરમિયાન કેટલાક લોકોએ ઝઘડો શરૂ કરી દીધો અને બંને ખેડૂત નેતાઓ પર કાળી શાહી ફેંકી દીધી. લોકોએ ખુરશીઓ પણ ફેંકવાનું શરૂ કર્યું. BKUના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ખેડૂત નેતા ચંદ્રશેખરના સમર્થકો દ્વારા તેમના પર શાહી ફેંકવામાં આવી હતી.

બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન અનુસાર, ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂત નેતાઓ પર કાળી શાહી ફેંકવા બદલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સુરક્ષા જાળવવાની જવાબદારી સ્થાનિક પોલીસની છે. કર્ણાટક સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ મિલીભગતથી થયું છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ગાઝીપુર સરહદ પર વર્ષોથી ચાલતા ખેડૂતોના આંદોલન દરમિયાન એક અગ્રણી ચહેરો હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles