ભારત સહિત વિદેશમાં બળાત્કાર ગંભીર ગુનો ગણાય છે. બળાત્કારની આકરી સજા થવી જ જોઈએ. જો કે એમેરિકામાં એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ નિર્દોષ હોવા છતાં 16 વર્ષમાં જેલવાસો ભોગવ્યો. ઘટના પર જે મહિલાએ પુસ્તક લખ્યુ તે આખા ન્યુયોર્કમાં પ્રખ્યાત બની ગઈ.
જે વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. તે સતત કહેતો હતો કે પોતેને નિર્દોષ છે પણ કોઈ તેની વાતને સમર્થન આપતુ નહોતુ. છેવટે ન્યુયોર્ક સ્ટેટ સુપ્રીમ કોર્ટે આરોપી નિર્દોશ હોવાનું સાબિત થતાં જેલ મુક્તી આપી.
બળાત્કારના ખોટા આરોપ સાથે એન્થની બ્રોડવોટર 16 વર્ષ જેલવાસો ભોગવ્યો. નિર્દોષ જાહેર થતાં તે જાહેરમાં જ રડી પડ્યો હતો. એન્થનીએ સજા સામે પાંચ વખત અપીલ કરી હતી. અંતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ગોર્ડન કાફીએ બ્રોડવોટરને બળાત્કારની સજા અને તેની સાથે જોડાયેલા અન્ય મામલામાંથી નિર્દોષ છોડયો.
સેબોલ્ડે પોતાની નોવેલ દ્વારા આરોપ લગાવ્યો હતો કે તેની સાથે 1981માં બળાત્કાર થયો હતો. બળાત્કારના પાંચ મહિના પછી તેણે એન્થની બ્રોડવોટરને રસ્તા પર જોતા તેને તેની યાદ આવી હતી. પણ પોલીસ લાઇનઅપમાં તે બ્રોડવોટરની ઓળખ કરી શકી ન હતી. છતાં પણ બ્રોડવોટરને દોષિત ઠેરવાયો હતો.
બ્રોડવોટર સતત આરોપો સામે ઇન્કાર કર્યો હતો કે તેણે લવલી બોન્સની લેખિકા પર બળાત્કાર કર્યો નથી. 1982માં દોષિત ઠેરવાયા પછી એન્થની બ્રોડવોટરે 16 વર્ષ જેલમાં વીતાવ્યા. તેના વકીલોના જણાવ્યા મુજબ તેને કમસેકમ પાંચ વખત પેરોલથી વંચિત રાખવામાં આવ્યો હતો, કેમકે તેણે તેના પરના આરોપને સ્વીકાર્યો ન હતો. તેણે બે વખત લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ પાસ કર્યો હતો.