આગામી સમયમાં ઇન્સ્ટાગ્રામ યુઝર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરવા બદલ પૈસા આપવા પડશે. વાસ્તવમાં ઇન્સ્ટાગ્રામ એક નવા સબ્સક્રિપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે. જે હેઠળ કન્ટેટ એક્સેસ કરવા માટે યુઝર્સે દર મહિને 89 રૂપિયા આપવા પડશે. કંપનીનું કહેવું છે કે તેનાથી ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ અને ઇન્ફ્લૂએન્સર્સને ફાયદો થશે. હાલમા કંપનીએ આ પેડ ફિચર અંગે સતાવાર પોલિસી જાહેર કરી નથી.
ટેક ક્રંચની એક રિપોર્ટ અનુસાર ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપેશન ઇન-એપ પર્ચેજ હેઠળ એપલ એપ સ્ટોર પર લિસ્ટેડ છે. આ માટે ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન કેટેગરી પણ તૈયારી કરી છે. હાલમાં અહી 89 રૂપિયા પ્રતિ મહિને આ ચાર્જ દેખાઇ રહ્યો છે. જ્યારે યુઝર્સ માટે તેને લાવવામાં આવે ત્યારે તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
ટિપસ્ટર Alessandro Paluzzi (@alex193a)એ આ સબસ્ક્રિપ્શન મોડેલ વિશે પણ ટ્વીટ્સ કરી છે. તે પ્રમાણે ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રાઇબ બટનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે યુઝર્સના પ્રોફાઇલમાં દેખાશે. કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના તરફથી પણ ચાર્જ વસૂલી શકે તેવો વિકલ્પ પણ આપવામાં આવશે.
આગામી સમયમાં ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રિપ્શન ખરીદ્યા પછી જ યુઝર્સ ઇન્સ્ટાગ્રામમાં પોતાના ફેવરિટ ક્રિએટરનું કન્ટેન્ટ જોઈ શકાશે. જે ઇન્સ્ટાગ્રામ યુઝર 89 રૂપિયા ચૂકવીને સબસ્ક્રિપ્શન લેશે, તેમને એક બૅજ આપવામાં આવશે. ત્યારબાદ યુઝર જ્યારે પણ કમેન્ટ કે મેસેજ કરશે ત્યારે તેમના નામની પાસે આ બૅજ દેખાશે. યાને કે તેના પરથી પૈસા ચૂકવીને આવનારા અને ‘મફતિયા’ યુઝર્સની ઓળખાણ થઈ શકશે.