Instagram અને બધા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ફેક એકાઉંટની સંખ્યા વધી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની ચિંતા વધારી રહી છે.જો કે મેટાએ પોતાના પ્લેટફોર્મ Instagram પર આ સમસ્યા દુર કરવા માટે રસ્તો શોધી કાઢ્યો છે. Instagram પોતાના પ્લેટફોર્મ યુઝર્સ પર વીડિયો વેરિફિકેશન કરવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. જેનાથી યુઝર્સનુ એકાઉન્ટ સાચુ કે ખોટુ તે ખ્યાલ આવી જશે.
Trust the process. ⚪️✂️❄️https://t.co/1xO888ilwL pic.twitter.com/LvdZZ21bcX
— Instagram (@instagram) November 17, 2021
Meta નવારા દ્વારા ટ્વિટ હેંડલ પર શેયર કરેલા સ્ક્રિનશોટ પર ખ્યાલ આવે છે, કે સેલ્ફીની મદદથી ઈન્ટાગ્રામ શોધી લેશે કે યુઝર્સનું એકાઉન્ટ સાચુ છે કે ખોટુ. વેરિફિકેશનની પ્રક્રિયામાં યુઝર્સે પોતાના ચહેરાનો શોર્ટ વીડિયો રેકોર્ડ કરવાનું કહેશે. જેને પ્રોફાઈલ ઈમેજ સાથે મેચ કરવામાં આવશે. કંપનીએ એવું પણ જણાવ્યુ છે ફોટોગ્રાફને કે વીડિયોને ડેટાબેઝમાં સ્ટોર કરવામાં નહી આવે. ફોટો અને વીડિયો 30 દિવસમાં ડિલીટ થઈ જશે.
Instagram એ કહ્યુ કે અમને એક વીડિયો જોઈએ છે જેમાં તમે તમારા માથાને અલગ અલગ દિશામાં ફેરવીને પોતાનો ચહેરો દેખાડો. જેનાથી અમને ખ્યાલ આવી જશે કે તમારૂ એકાઉન્ટ સાચુ છે કે ફેક. યુઝર્સે અપલોડ કરેલી કોઈપણ ફોટોગ્રાફ કે વીડિયો અન્ય કોઈ વ્યક્તિ સાથે સર નહી કરાય. બીજા કોઈની પણ પ્રોફાઈલ પર પણ આ નહી દેખાય
આપને જણાવી દેવા માંગીએ છીએ કે કંપનીએ આ નિર્ણય ફક્ત નવા એકાઉન્ટ બનાવવા માટે હશે. જેમના એકાઉન્ટ પહેલાંથી બનાવામાં આવ્યા છે. તેમને આવા કોઈ વેરિફિકેશનની જરૂર નહી પડે.