Ahmedabad ચાંદખેડામાં જ્વેલર્સમાંથી દિવાલમાં બાકોરૂ પાડી. ચોરી કરાતાં ત્રણ બુદ્ધિશાળી ચોરોને (Intelligent Thief) પોલીસે ઝડપ્યા છે. એક આરોપીએ (Youtube Video) યુટ્યુબ વીડિયો જોઈને દિવાલમાં કઈ રીતે બાકોરૂ પાડવુ શિખ્યો પછી ચોરીને અંજામ આપ્યો.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં IOC રોડ પર બે દુકાનમાં ચોરીની ઘટના બની હતી. ચોરેએ દિવાલમાં બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકમાં ચોરી કરનારા ત્રણ આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછમાં એક આરોપીએ કબુલાત કરી છે. તેણે યુટ્યુબ પર વીડિયો જોઈને દિવાલમાં કેવી રીતે બાકોરૂ પાડવુ તેની તરકિબો શિખ્યો હતો. બાદમાં તેના મિત્રોને સાથે રાખીને ચાંદખેડામાં ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરીને અંજામ આપ્યા બાદ મુદ્દામાલ લઈને આરોપીઓ રાજસ્થાન દાગીનાઓ વેચવા માટે પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમને પણ ખ્યાલ આવ્યો કે ચોરી કરેલા દાગીના સોનાના નહી પણ ચાંદીના છે અને ઈમિટેશન જ્વેલરી છે. જેની તેમને કોઈ કિંમત મળવાની નથી. રાજસ્થાનથી પરત આવ્યા બાદ ત્રણે આરોપીએ બીજી એક જ્વેલર્સમાં ચોરીને અંજામ આપ્યો હતો.
ક્રાઈમ બ્રાંચે સીસીટીવીના આધારે હ્યુમન ઈન્ટેલિજન્સી આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી છે કે તેઓ દુકાનોની રેકી કરતાં. રાત્રીના સમયે દુકાનની દિવાલને અડીને આવેલી બીજી દુકાનનુ શટર તોડી દુકાનમાં પ્રવેશતા અને કોમન દિવાલમાં કટર તથા ક્રોસ બાકોરૂ પાડી ચોરીને અંજામ આપતા હતા.
આરોપી હિતેષ પરમાર છેલ્લા 2 વર્ષ દરમ્યાન બનાસકાંઠા ખાતે થરાદ પોલીસ સ્ટેશનમાં કાપડની દુકાનમાં ચોરીના તથા ડેરીમાં રોકડ રકમની ચોરીના ગુનામાં તથા માવસરી પો.સ્ટે.માં દુધની ડેરીમાંથી રોકડ નાણાંની ચોરીમાં તથા જૈન દેરાસરમાંથી રોકડ નાણાંની ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. તેમજ હિતેષ મુળભાઇ પારેગી છેલ્લા બે વર્ષ દરમ્યાંન બનાસકાંઠા ખાતે માવસરી પો.સ્ટે.માં દુધની ડેરીમાંથી રોકડ નાણાંની ચોરીમાં તથા જૈન દેરાસરમાંથી રોકડ નાણાંની ચોરીના ગુનામાં હિતેષ નાનજીભાઇ પરમાર સાથે પકડાઈ ચુકેલ છે.1