હવે તમારૂ આઇફોન ખરીદવાનું સ્વપ્ન સાચુ થવાનું છે કારણ કે iPhone 11 પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. વર્ષો પછી પણ iPhone 11 હજુ પણ iPhone વર્લ્ડમાં આવનારા ઇચ્છુક લોકો માટે એક સારૂ ઓપ્શન છે. શાનદાર ડિસપ્લે, સારી બેટરી લાઇફ, લેટેસ્ટ iOS વર્જન અને દમદાર કેમેરાની એક જોડી આ iPhone 11ને તે લોકો માટે એક સારૂ ઓપ્શન બનાવે છે જે વધુ પૈસા ખર્ચ કર્યા વગર પોતાના જૂના iPhone 6s/7/8ને છોડવા માંગે છે.
બંપર છૂટ સાથે અહી મળી રહ્યો છે iPhone 11
ફ્લિપકાર્ટ અને એમેઝોન iPhone 12 અને લેટેસ્ટ iPhone 13 મૉડલ પર ડીલ્સ આપવામાં વ્યવસ્ત છે, એવામાં iPhone 11 માટે IndiaiStore જોરદાર ડીલ લઇને આવ્યુ છે. એપ્પલ ઓનલાઇન સ્ટોર, ફ્લિપકાર્ટ અને એમેઝોન પર iPhone 11 49900 રૂપિયાના સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર જ વેચાઇ રહ્યુ છે પરંતુ IndiaiStore નેટવર્ક સ્ટોર પર તમે તેને બંપર ડિસ્કાઉન્ટ બાદ ઓછામાં ઓછા 34,900 રૂપિયામાં ખરીદી શકે છે.
IndiaiStore ઓફલાઇન સ્ટોર પર iPhone 11નો બેસ 64GB સ્ટોરેજ વેરિએન્ટ 49,900 રૂપિયામાં લિસ્ટેડ છે પરંતુ જો તમે HDFC બેન્ક કાર્ડ અને EMIના માધ્યમથી ટ્રાન્જેક્શન કરે છે તો તમે 4 હજાર રૂપિયાનું રિફંડ મેળવી શકો છો, જેનાથી ફોનની કિંમત 45,900 રૂપિયા રહી જાય છે.