સ્માર્ટફોનની દુનિયામાં સૌથી લોકપ્રિય ફોન એટલે એપલ આઇફોન, દરેક વ્યક્તિ પોતાના ડ્રિમ સ્માર્ટફોન તરીકે આઇફોનને જ પસંદ કરતો હોય છે, પરંતુ આઇફોન જેટલો સુંદર અને સ્માર્ટ છે એટલો જ મોંઘો પણ છે, જે તમામ લોકોને ખરીદવો પરવડે તેમ હોતો નથી. ઘણા લોકો એવા પણ છે જેમને આઇફોન ખરીદવા માટે અમુક સેલ કે ઓફરની રાહ જોવી પડતી હોય છે, ત્યારે આજે આવી જ ડીલ વિષેની માહિતી અમે તમારી માટે લઇને આવ્યા છીએ.. જેમાં તમે તમારું ડ્રિમ આઇફોન ખરીદવાનું પુરુ કરી શકો છો..
જો તમે પણ આઇફોન ખરીદવા માટે કોઇ બેસ્ટ ડીલ Apple iPhone 13ની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે ગુડ ન્યુઝ છે. આવું એટલા માટે કારણ કે, Apple iPhone13 ફ્લિપકાર્ટ પર 74,850 રૂપિયામાં ઉપલબ્ધ થયો છે, જે તેની ઓરિજનલ કિંમત 79,900 રૂપિયાથી 6% ઓછી છે. iPhone 13ના 128GB વેરિઅન્ટને અહીંથી 53,850 રૂપિયામાં ખરીદી શકાય છે. તમને આ ઓફર એક્સચેન્જ ઓફર દ્વારા મળશે. જો તમે iPhone 13 પર મેક્સિમમ એક્સચેન્જ પ્રાઇસ અપ્લાય કરો છો, તો તમને આ ફોન ફ્લિપકાર્ટ પર 16,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી જશે. જો કે, એક્સચેન્જ ઓફરની કિંમત તમારા જૂના ફોન પર નિર્ભર કરે છે, કે તે કેટલી સારી કન્ડિશનમાં છે. તમે આ ઓફર માટે કોઇપણ બ્રાન્ડનો ફોન એક્સચેન્જ કરી શકો છો.
Apple iPhone 13, જેની અસલી કિંમત ફ્લિપકાર્ટ પર 74,850 રૂપિયા છે, તેના પર જૂના ફોનને બદલીને 16,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, ત્યારબાદ તેની કિંમત 58,850 રૂપિયા થઇ જશે. આ ઉપરાંત, HDFC બેંક કાર્ડ યુઝર્સ iPhone 13 પર 5,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ પછી, Apple iPhone 13ની કિંમત ઘટીને 53,850 રૂપિયા થઈ જાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે આ ઘણી હદ સુધી એક્સચેન્જ કરવામાં આવેલા ફોન પર આધારિત હોય છે. iPhone 13માં નોચ સાથે 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હાજર છે. કેમેરાની વાત કરીએ, તો તેના બંને કેમેરા 12-12 મેગાપિક્સલના છે. તો ફોનના ફ્રન્ટમાં પણ 12 મેગાપિક્સલનો કેમેરા છે. Apple એ iPhone 13 માં તેનો A15 Bionic ચિપસેટ આપ્યો છે. આ Apple iPhone આઇઓએસ 15 પર કામ કરે છે.