spot_img

AB de Villiers and Chris Gayle: કિંગ કોહલી નહી…આરસીબીએ આ બે દિગ્ગજ ખેલાડીઓને હૉલ ઓફ ફ્રેમમાં સામેલ કર્યા

દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ અને કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેઇલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ બે ક્રિકેટર બન્યા છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે આ સમાચારની પુષ્ટિ કરી. ખાસ વાત એ છે કે હોલ ઓફ ફેમ લોન્ચ કરનારી RCB  આઇપીએલની પ્રથમ ફ્રેન્ચાઈઝી પણ છે. RCBએ ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો, જેમાં ડી વિલિયર્સ અને ક્રિસ ગેઇલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા RCB ટીમ સાથે વાતચીત કરી. વિડિયો આરસીબીના ખેલાડીઓ બંને દિગ્ગજ ખેલાડીઓની પ્રશંસા સાથે શરૂ થાય છે.

વીડિયોમાં આરસીબીના ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ આ ખાસ અવસર પર વાત કરતા જોવા મળે છે. ગેઇલ અને ડી વિલિયર્સ બંનેએ 2011 માં RCB માટે રમવાનું શરૂ કર્યું હતું અને લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે હતા. ગેઇલ 2017ની સિઝન પછી આરસીબીથી અલગ થઈ ગયો હતો જ્યારે ફ્રેન્ચાઈઝીએ તેને છોડવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ ડી વિલિયર્સે ગત સિઝનના અંત બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

એબી ડી વિલિયર્સે આ ખાસ અવસર પર કહ્યું, ‘સાચું કહું તો હું ખૂબ જ ભાવુક છું, જેમ તમે જાણો છો. હું ક્રિકેટથી થોડો દૂર છું. ફક્ત તમને ટીવી પર જોઈને મને હવે સિઝનમાં આવનારી વસ્તુઓ વિશે ઉત્સાહિત થાય છે. હું માનું છું કે તે ખૂબ જ ખાસ હશે. વિરાટ અને ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા દરેકનો આભાર.

RCB હોલ ઓફ ફેમમાં સામેલ થયા બાદ ગેઈલે કહ્યું, ‘હું RCB ફ્રેન્ચાઈઝીનો આભાર માનવા માંગુ છું. આ ટીમ મારા માટે પણ ખરેખર ખાસ રહી છે. ખાસ ક્લબમાં હોવું ખૂબ જ સરસ છે. હું RCBને હંમેશા મારા દિલની નજીક રાખીશ. મેં કેટલાક ખાસ ખેલાડીઓ અને કોચ સાથે ખાસ યાદો શેર કરી છે.

એબી ડી વિલિયર્સે આરસીબી માટે કુલ 157 મેચ રમી છે, જેમાં 2 સદી અને 37 અડધી સદીની મદદથી તેના નામે 4522 રન છે. જ્યારે ક્રિસ ગેઇલને T20 ક્રિકેટના સૌથી ખતરનાક બેટ્સમેન ગણાય છે. તેણે RCB માટે 91 મેચ રમી અને 3420 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 21 અડધી સદી સામેલ છે.

વધુ વાંચવા અહી ક્લિક કરો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles