ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની તૈયારી શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ આગામી વર્ષે રમાનારી ટુર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ નક્કી કરી લીધો છે. નોંધનીય છે કે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટુર્નામેન્ટ ભારતમાં રમાશે તેવી જાહેરાત કરી હતી.
અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ 2022ની તારીખ નક્કી કરી દીધી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 2 એપ્રિલ ચેન્નઈમાં રમાશે. આ વખતે 10 ટીમો કુલ મળીને 74 મુકાબલા રમશે. ટુર્નામેન્ટની ફાઈનલ જૂનના પ્રથમ સપ્તાહમાં રમાશે. બીસીસીઆઈએ આ વખતે આઈપીએલમાં 10 ટીમો ઉતારવાનો ફેંસલો કર્યો છે. અમદાવાદ અને લખનઉ બે નવી ટીમોનો સમાવેશ કરાયો છે.
ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈમાં આગામી સીઝન 60થી વધારે દિવસો ચલાવવા પર સહમતિ બની ગઈ છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ફાઈનલ મેચ યોજાશે, જેની સંભવિત તારીખ 4 કે 5 જૂન છે.