spot_img

ઇન્ડિયન પ્રિમિયર લીગના ટાઇટલ સ્પોન્સર તરીકે ચીનની કંપની આઉટ, TATA બની ટાઇટલ સ્પૉન્સર

ટી-20 ક્રિકેટના સૌથી મોટી ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો નવો ટાઇટલ સ્પૉન્સર મળી ગયો છે. ટાટા ગ્રુપ આઇપીએલનો ટાઇટલ સ્પૉન્સર હશે અને તે ચીની મોબાઇલ કંપની વીવોની જગ્યા લેશે. ટાટાની આ ડીલ કેટલા રૂપિયામાં થઇ છે, હજુ તેની પુરી જાણકારી આવી નથી.

જોકે, આઇપીએલના ઇતિહાસને જોઇએ તો 2008થી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટની સફર અત્યાર સુધી ચાલુ છે. ગત 13 વર્ષમાં આઇપીએલ ઘણુ મોટુ થઇ ગયુ છે અને વિશ્વભરમાં તેના પ્રશંસક છે. શરૂઆતથી લઇને અત્યાર સુધી આઇપીએલ પર પૈસાનો વરસાદ થતો રહે છે.

આઇપીએલ ઇતિહાસમાં ટાટા પાંચમો આયોજક હશે, જેને ટાઇટલ સ્પૉન્સરની જવાબદારી મળી છે. અત્યાર સુધી કેવી રીતે આઇપીએલનું નામ બદલાયુ છે, જાણો અને સ્પૉન્સરશિપ માટે કેટલા પૈસા આપવા પડ્યા છે.

વર્ષ 2008થી 2012- DLF IPL (40 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
વર્ષ 2013થી 2015- Pepsi IPL (79.2 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
વર્ષ 2016થી 2017- Vivo IPL (100 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
વર્ષ 2018થી 2019- Vivo IPL (439.8 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
વર્ષ 2020- Dream 11 IPL (222 કરોડ રૂપિયા)
વર્ષ 2021- VIVO IPL 439.8 કરોડ રૂપિયા
વર્ષ 2022- Tata Group

મહત્વપૂર્ણ છે કે ટાઇટલ સ્પૉન્સર હોવાથી આઇપીએલની સાથે જ કંપનીનું નામ જોડાઇ જાય છે. વર્ષ 2023થી આઇપીએલના મીડિયા રાઇટ્સ પણ વેચવામાં આવશે. હજુ સુધી સ્ટાર પાસે આ રાઇટ્સ છે. બીસીસીઆઇના અધ્યક્ષ પહેલા જ આશા વ્યક્ત કરી ચુક્યા છે મીડિયા રાઇટ્સની કિંમત 40 હજાર કરોડ સુધી જઇ શકે છે.

BCCIએ આ વર્ષે આઇપીએલમાં બે નવી ટીમને સામેલ કરી છે, અમદાવાદ અને લખનઉંની ટીમથી બીસીસીઆઇને 12 હજાર કરોડથી વધારેની કમાણી થઇ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles