spot_img

ટી-20 વર્લ્ડકપમાં ફિનિશર સાબિત થઇ શકે છે દિનેશ કાર્તિક અને રાહુલ તેવટિયા

ઇન્ડિયન પ્રીમિયર લીગનું પ્રદર્શન એ રાષ્ટ્રીય ટીમમાં પસંદગીનું એકમાત્ર માપ ન હોઈ શકે, પરંતુ દિનેશ કાર્તિક અને રાહુલ તેવટિયાએ વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને આગામી T20 વર્લ્ડ કપ માટે મજબૂત દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત આ T20 વર્લ્ડ કપ માટે માત્ર ચાર મહિના બાકી છે, પરંતુ પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે જલ્દી જ ખેલાડીઓના કોર ગ્રુપ અંગે નિર્ણય લેવો પડશે. તેની શરૂઆત આવતા મહિને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની હોમ T20I શ્રેણીથી થશે.

આધુનિક ક્રિકેટમાં ફિનિશર્સનું મહત્વ વધી રહ્યું છે અને ભારતીય ટીમને ચોક્કસપણે એવા ખેલાડીઓની જરૂર પડશે જે પહેલા બોલથી જ શોટ ફટકારી શકે. ફિટનેસના મુદ્દાઓને કારણે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે ગયા વર્ષના વર્લ્ડ કપ પછી મિડલ ઓર્ડરમાં દીપક હુડા અને વેંકટેશ ઐયરને અજમાવ્યો પરંતુ તેઓ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નહીં.

હાર્દિક પંડ્યાએ IPLમાં વાપસી કરતી વખતે સારું પ્રદર્શન કર્યું છે. જો કે હુડ્ડા અને હાર્દિક પોતપોતાની IPL ફ્રેન્ચાઈઝીમાં બેટિંગ ક્રમમાં ઉપર રમી રહ્યા છે તેમ છતાં તેઓ રાષ્ટ્રીય ટીમમાં નીચલા ક્રમમાં રમશે તેવી અપેક્ષા રાખવામાં આવશે.વેંકટેશ અય્યર IPLની આ સિઝનમાં સારુ પ્રદર્શન કરી શક્યો નથી.  ભારતીય ટીમમાં માત્ર રવિન્દ્ર જાડેજા એકમાત્ર શ્રેષ્ઠ ફિનિશર છે. જો કે જાડેજા ઈજાના કારણે આઈપીએલના બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે જે ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ બની શકે છે.

રાહુલ તેવટિયાએ અશક્ય પરિસ્થિતિમાં પણ મેચ જીતાડી છે. જ્યારે 2004માં ભારત માટે ડેબ્યૂ કરનાર કાર્તિકે સારા ફિનિશર્સની ભૂમિકા નિભાવી છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદનું માનવું છે કે કાર્તિક અને તેવટિયાને દક્ષિણ આફ્રિકા સામે 9 જૂનથી શરૂ થતી શ્રેણીમાં તક આપવી જોઇએ.

તેમણે કહ્યું, ‘હાર્દિક,જાડેજા, કાર્તિક અને તેવટિયા ફિનિશરની ભૂમિકામાં ચાર ખેલાડીઓ હશે. કાર્તિક અને તેવટિયા આ આઈપીએલ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને હાર્દિકે પણ સારું કમબેક કર્યું છે. વર્લ્ડ કપમાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ કાર્તિક અને તેવટિયાને તક આપવી જોઈએ.

પ્રસાદે વધુમાં કહ્યું, ‘જો તમે કાર્તિકને જુઓ તો તેણે નિદાહાસ ટ્રોફી સહિત ભારત માટે ટી20 ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં જ્યાં T20 વર્લ્ડ કપ યોજાનાર છે ત્યાં હાર્દિક તમારો મુખ્ય ખેલાડી હશે. પરંતુ હું તેને નિયમિતપણે બોલિંગ કરતો જોવા પણ ઈચ્છું છું. અમને ઓસ્ટ્રેલિયામાં તેની ઓલરાઉન્ડ કુશળતાની જરૂર પડશે.

હાર્દિક ગુજરાત ટાઇટન્સ માટે દરેક મેચમાં બોલિંગ કરતો નથી પરંતુ સિઝન દરમિયાન તેણે 20 ઓવરની નજીક બોલિંગ કરી છે અને કેટલાક નિર્ણાયક રન બનાવ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles