ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL2022)માં પ્લે ઓફની રેસ ચાલી રહી છે. સોમવારે દિલ્હી કેપિટલ્સની જીત બાદ આ રેસ રોમાંચક બની છે. ગુજરાત ટાઇટન્સ 13 મેચમાં 20 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી ચુકી છે. બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સની સફર સમાપ્ત થઇ ગઇ છે. આ ત્રણ ટીમ સિવાય બાકી ટીમ નેટ રન રેટમાં ફસાઇ ગઇ છે.
કેવી રીતે કાઢવામાં આવે છે નેટ રન રેટ?
નેટ-રન રેટ કાઢવા માટે કોઇ ટીમના બેટ્સમેન રન રેટને ટીમની બોલિંગ રન રેટથી ઘટાડવામાં આવે છે. માની લો કે આઇપીએલમાં જ કોઇ ટીમે 20 ઓવરમાં 200 રન બનાવ્યા અને પછી બોલિંગ કરતા 20 ઓવરમાં 140 રન જ આપ્યા તો તેની નેટ રન રેટ 3 હશે. ટીમે 20 ઓવરમાં 20 રન બનાવ્યા છે, માટે બેટિંગ રન રેટ 10 હશે. બીજી તરફ 140 રન ખર્ચ કરવાને કારણે તેની બોલિંગ રન રેટ 7 હશે. 10માંથી 7 માઇનસ કરીને નેટ રન રેટ નીકળી જશે.
જો કોઇ ટીમ નિર્ધારિત ઓવર પહેલા ઓલઆઉટ થઇ જાય છે તો પણ નેટ રન રેટનું કેલ્કુલેશન તેના નિર્ધારિત ઓવરના આધાર પર જ હશે. ઉદાહરણ માટે આરસીબીની ટીમ 18 ઓવરમાં 5ની રન રેટથી 90 રન પર ઓલઆઉટ થઇ ગઇ, તેમ છતા આરસીબીની બેટિંગ રન રેટ 4.50 માનવામાં આવશે. (90 રન/20=4.50)
ડીએલએસ આવવા પર શું થશે?
જો કોઇ મુકાબલામાં વરસાદ અથવા કોઇ બીજા કારણથી મેચને બંધ કરવામાં આવે છે તો નેટ રન રેટ વાસ્તવિક સ્કોરની જગ્યાએ પાર સ્કોર (ડીએલએસ લાગ્યા બાદ નિર્ધારિત સ્કોર)ના આધાર પર થશે. ઉદાહરણ માટે જો ટીમ પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 200 રન બનાવે છે અને વરસાદને કારણે આરસીબી માટે ટાર્ગેટ 16 ઓવરમાં 170 રન કરી દેવામાં આવે છે તો નેટ રન રેટનું નિર્ધારણ પણ 16 ઓવરમાં બનાવવામાં આવેલા રનના આધાર પર જ થશે.
જો પ્રથમ બેટિંગ કરનારી ટીમ પુરી ઓવર રમે છે પરંતુ બીજી બેટિંગ કરનારી ટીમ ઓછા સ્કોર પર ઓલઆઉટ કરી દે છે તો ત્યારે નેટ રન રેટમાં પુરી ઓવર રમવાનો ફાયદો મળી શકે છે. આખી ટૂર્નામેન્ટમાં નેટ રન રેટ, દરેક મેચ સાથે વધતો અને ઘટતો રહે છે. કોઇ ટીમે જો પ્રથમ મેચમાં સારી રમત બતાવી અને બીજી મેચમાં ખરાબ રમત રમી ત્યારે તેના ટૂર્નામેન્ટમાં તેના નેટ રનરેટ પર ફરક પડશે.