spot_img

IPL2022: અમદાવાદની ટીમને અત્યાર સુધી કેમ નથી મળ્યો લેટર ઓફ ઇન્ટેન્ટ, જાણો

IPL 2022ની મેગા ઓક્શનની રાહ જોવામાં આવી રહી છે. આઇપીએલ 2022નો પુરો કાર્યક્રમ રાહ જોઇ રહ્યો છે. આટલુ જ નહી અમદાવાદની ટીમને લેટર ઓફ ઇન્ટેન્ટની પણ રાહ છે. હવે એક મહિનાથી પણ વધુ સમય નીકળી ગયો છે. ફરિયાદ થાય છે, મીટિંગ થાય છે, કમિટી બને છે, તપાસ થાય છે અને તપાસ રિપોર્ટ આવી પણ જાય છે પરંતુ હજુ સુધી બીસીસીઆઇ તરફથી ઓફિશિયલ એમ કહેવામાં નથી આવ્યુ કે અમદાવાદની ટીમ આઇપીએલ 2022માં રમશે કે નહી રમે.

અમદાવાદની ટીમના માલિક કંપની સીવીસી કેપિટલ્સ તો એટલા માટે સફર કરી રહી છે કારણ કે આ તેમની સાથે જોડાયેલો કેસ છે પરંતુ તેમના ચક્કરમાં લખનઉંની ટીમ પણ રાહ જોઇ રહી છે.

આઇપીએલ 2022 માટે આઠ જૂની ટીમનું રિટેન્શન 30 નવેમ્બરે થયુ હતુ, તે બાદ કહેવામાં આવ્યુ કે એક ડિસેમ્બરથી લઇને 25 ડિસેમ્બર સુધી લખનઉં અને અમદાવાદની ટીમ રીલિઝ કરવામાં આવેલા ખેલાડીઓમાંથી ત્રણને પોતાના પક્ષમાં કરી શકશે. તેમાં એક વિદેશી અને બે ભારતીય ખેલાડી હશે પરંતુ તે બાદ આઇપીએલની લેટેસ્ટ અપડેટને લઇને બીસીસીઆઇ તરફથી કઇ કહેવામાં આવ્યુ નથી.

આઇપીએલની એક નવી ટીમ અમદાવાદને લેટર ઓફ ઇન્ટેન્ટ આપવામાં આવ્યુ નથી, કારણ કે તેમની ફરિયાદ કરવામાં આવી છે. તે બાદ તપાસ થઇ ગઇ. તેમાં પણ સારો એવો સમય નીકળી ગયો. ગત આઠ દસ દિવસથી સતત આ સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદને લીલી ઝંડી આપવામાં આવી છે અને ક્યારેય પણ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે પરંતુ દિવસ સતત પસાર થઇ રહ્યા છે અને જાહેરાત થઇ રહી નથી.

ક્રિકબજના રિપોર્ટની માનીએ તો મોડુ થવાનું કારણ કાયદાકીય દિગ્ગજ તરફથી સમજૂતિની પ્રિન્ટ માટે સાચા શબ્દોને શોધવાના પ્રયાસોને કારણે થઇ રહી છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યુ છે કે ટીમને મૌખિક રીતે પરમીશન તો આપવામાં આવી છે પરંતુ લેખિત ડૉક્યૂમેન્ટમાં મોડુ થઇ રહ્યુ છે જે જલ્દી પૂર્ણ થઇ જશે. આ વાત સાચી છે કે આ પુરી પ્રક્રિયામાં વધુ મોડુ થઇ રહ્યુ છે પરંતુ કેસ કાયદાકીય છે માટે તેનાથી બચી પણ નથી શકાતુ. લેટર ઓફ ઇન્ટેન્ટ આપી દેવામાં આવશે તે બાદ જ ટીમ પોતાના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આવતા અઠવાડિયે કોઇ પણ સમયે બીસીસીઆઇ તરફથી નિવેદન સામે આવી જશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles