spot_img

શું તમારો સ્માર્ટ ફોન ગરમ થાય છે? અપનાવો આ રીત

સ્માર્ટફોન (Smartphone) દરેક વ્યક્તિના જીવનનો જરૂરી ભાગ બની ગયો છે. કોલ કરવા માટે, મેઈલ કરવા માટે, ઈન્ટરનેટ વાપરવા માટે અને ડિજીટલ ચૂકવણી માટે પણ આપણે સ્માર્ટફોન પર નિર્ભર છીએ. તમામ નાના મોટા કામ કાજ કરવા માટે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ફોન ગરમ થવા લાગે છે અને જો સ્માર્ટફોન વધુ પડતો ગરમ થાય તો, તે જોખમકારક સાબિત થઈ શકે છે. જેના કારણે તમારા ફોનની બેટરી બ્લાસ્ટ થઈ શકે છે.

સ્માર્ટફોનમાં ઓવરહીટિંગની સમસ્યા શા માટે થાય છે?

ખૂબ જ હેવી ગ્રાફિક્સ અને લાર્જ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થઈ શકે છે.
ફોનમાં વધારે એપ્લિકેશન અથવા કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.
ફોનના કમ્યુનિકેશન યૂનિટ અને કેમેરાની ગર્મીને કારણે પણ ફોનમાં ઓવરહીટિંગની સમસ્યા થઈ શકે છે.

ઓવરહીટિંગથી કેવી રીતે બચવું?

સ્માર્ટફોન ગરમ થવાથી તેનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકાતો નથી અને સ્માર્ટફોનનું પરફોર્મન્સ પણ ખરાબ થઈ જાય છે. આ પ્રકારની સમસ્યાથી કેવી રીતે બચવું તે વિશે અમે તમને અહીંયા જણાવી રહ્યા છીએ.

ફોન કવરનો ઉપયોગ કરો

સ્માર્ટફોન ગરમ થવાનું મુખ્ય કારણ છે, મોબાઈલ કવર. વધુ પડતો તડકો અને ગરમ વાતાવરણને કારણે મોબાઈલ પર અસર થાય છે. મોબાઈલ કવર લગાવી રાખવાથી ફોનની ગરમી બહાર આવતી નથી અને ફોનને કૂલિંગ મળતું નથી. મોબાઈલ કવરને સમયાંતરે કાઢવું જરૂરી છે. સ્માર્ટફોન જ્યારે વપરાશમાં ના હોય ત્યારે સ્માર્ટફોનને પંખાની નીચે રાખવો.

સ્માર્ટફોનને ક્યારેય પણ ફૂલ ચાર્જ ના કરવો

સ્માર્ટફોનને ક્યારેય પણ 100% ચાર્જ ના કરવો જોઈએ. સ્માર્ટફોનમાં હંમેશા 90 ટકા અથવા તેનાથી ઓછી બેટરી રાખવી જોઈએ. સ્માર્ટફોનની બેટરી 20%થી ઓછી ના થવી જોઈએ. વારંવાર સ્માર્ટફોન ચાર્જ કરવાથી ફોન ઓવરહીટ થવા લાગે છે. ફોનમાં ઓછી બેટરી હશે, તો બેટરીને નુકસાન થઈ શકે છે. સ્માર્ટફોનને દિવસમાં 2-3 વાર જ ચાર્જ કરો.

બેકગ્રાઉન્ડ એપ બંધ કરી દો

જો તમે કોઈ એપ્લિકેશનનો ઉપયોગ નથી કરી રહ્યા, તો બેકગ્રાઉન્ડમાં તે એપ્લિકેશન બંધ કરી દો. જો બેકગ્રાઉન્ડમાં એપ રન થાય તો, ફોન ઓવરહીટ થઈ શકે છે. તમે જે એપ્લિકેશનનો ઉપયોગ નથી કરી રહ્યા, તેને બેકગ્રાઉન્ડમાં બંધ કરવા માટે એપના આઈકન પર ફોર્સ સ્ટોપને સિલેક્ટ કરો.

ઓરિજિનલ ચાર્જર અને USBનો ઉપયોગ કરો

સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે ડુપ્લીકેટ ચાર્જર અથવા સસ્તા ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોન ઓવરહીટ થઈ શકે છે. બેટરી બ્લાસ્ટ થવાનું જોખમ પણ રહે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles