બોલિવૂડમાં રિલેશનશીપ અને બ્રેકઅપ સામાન્ય બાબાત માનવામાં આવે છે, પરંતુ જ્યારે કોઇ બીગ સ્ટાર કે તેમના કિડ્સના રિલેશનશીપ અંગેના ન્યૂઝ સામે આવે ત્યારે તેની ચર્ચા મોટા પાયે થવા લાગે છે, તમને હશે કે આતો તમામ લોકો જાણે છે એમાં નવું શું છે, આજે અમે તમને આવાજ એક રીલેશનશીપની ચાલી રહેલી ચર્ચાઓની જાણકારી આપવા જઇ રહ્યા છીએ, ટેલીવુડની જાણિતી અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી આજકાલ ખૂબ ચર્ચામાં છે. હાલમાં પલક તિવારી અને બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનના મોટા પુત્ર ઇબ્રાહિમ અલી સાથે રીલેશનશીપમાં હોવાની ચર્ચાઓએ બી-ટાઉનની ગલીઓમાં જોર પકડ્યું છે. અને હાલમાં આ કપલ એક સાથે સ્પોટ કરવામાં પણ આવ્યું હતું.
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. હાર્ડી સંધુની સામે ‘બિજલી’ ગીતથી ડેબ્યૂ કર્યા બાદ પલક ‘બિજલી ગર્લ’ના નામથી ફેમસ થઈ ગઈ છે. જોકે પલક દરરોજ કોઈને કોઈ બહાને ખબરોમાં રહે છે. પરંતુ ગતરાતથી તેની ચર્ચાઓ થોડી વધુ થવા લાગી છે. વાસ્તવમાં, ગત રાત્રે પલક તિવારી સૈફ અલી ખાનના નવાબઝાદે ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પલક અને ઈબ્રાહિમ એક જ કારમાં જતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે ગત રાત્રે પલક અને ઈબ્રાહિમ ડિનર ડેટ પર ગયા હતા અને જ્યારે તેઓ ડિનર પછી બહાર આવ્યા ત્યારે કેમેરામેને તેઓને ઘેરી લીધા હતા. આ દરમિયાન પલક તેની કારની પાછળની સીટ પર ઈબ્રાહિમ સાથે બેઠેલી જોવા મળી હતી. પરંતુ આ બધામાં સૌથી વિચિત્ર વાત એ હતી કે પલક તિવારી જે રીતે પાપારાઝીથી પોતાનો ચહેરો છુપાવી રહી હતી તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હવે તેઓ અલગ-અલગ વાતો કરવા લાગ્યા છે.