મોંઘવારીમાં ભલ ભલી સરકારો જતી રહી છે. કારણકે એનો સીધો ભાર જનતા પર આવે છે. અને અત્યાર સુધી નો ઇતિહાસ છે કે જ્યારે જ્યારે જનતા પર ભાર આવ્યો છે ત્યારે ત્યારે સરકાર બદલાઈ છે. રાજકીય પક્ષો, ખાસ કરીને શાસક પક્ષ મોંઘવારીથી ખૂબ ડરે છે. આ જ કારણ છે કે ચૂંટણીમાં ખાસ કરીને વિપક્ષી પાર્ટીઓ ‘મોંઘવારી ડાકણ’નો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરે છે.
દેશમાં થોડા દિવસોમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી છે. આમાંથી કેટલાક રાજ્યોમાં ફુગાવાનો દર રાષ્ટ્રીય ફુગાવાના સરેરાશ દર કરતા પણ વધારે છે.
જો આપણે આરબીઆઈના ડેટા પર નજર કરીએ તો, ઉત્તરાખંડમાં ચાર વર્ષ (2017-18 થી 2020-21) માટે ફુગાવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે નોંધાયો હતો. વર્ષ 2020-21માં, રાજ્યમાં CPI ફુગાવાનો દર 8.1 ટકા હતો જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 6.2 ટકા દર હતો. એ જ રીતે, 2019-20માં, આ પહાડી રાજ્યમાં ફુગાવાનો દર 5.9 ટકા હતો, જ્યારે તે સમયે રાષ્ટ્રીય સરેરાશ 4.8 ટકા હતો.
પંજાબની કેવી સ્થિતિ હતી જોઈએ
રાજ્યમાં છેલ્લા પાંચમાંથી ત્રણ વર્ષમાં ફુગાવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે રહ્યો છે. 2019-20માં પંજાબમાં ફુગાવાનો દર રાષ્ટ્રીય સરેરાશ 4.8 ટકાની સામે 5 ટકા રહ્યો હતો. તેવી જ રીતે, રાજ્યમાં ફુગાવાનો દર 2018-19માં 3.8 ટકા હતો જે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સરેરાશ 3.4 ટકા હતો. તેવી જ રીતે, રાજ્યમાં ફુગાવાનો દર 2017-18માં 3.6 ટકાની રાષ્ટ્રીય સરેરાશની સામે 3.7 ટકા હતો.
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં તો ફુગાવો સમગ્ર પાંચ વર્ષ સુધી રાષ્ટ્રીય સરેરાશથી ઉપર રહ્યો. 2016-17માં 10.1 ટકા, 2017-18માં 12.4 ટકા, 2018-19માં 8.7 ટકા, 2019-20માં 6.9 ટકા અને 2020-21માં 6.7 ટકા.
નિષ્ણાતોના મતે આ રાજ્યોમાં મોંઘવારી માટે માંગ અને પુરવઠા બંને પરિબળો જવાબદાર છે.તેમનો તો એવો પણ દાવો છે કે આ રાજ્યોમાં હેલ્થકેર સુવિધાઓ પણ જોઈએ તેટલી યોગ્ય નથી. આ પણ એક કારણ હોઈ શકે છે. હાલના સમયગાળા દરમિયાન પંજાબમાં સ્થિતિ સુધરી પરંતુ રાષ્ટ્રીય સરેરાશથી નીચે રહી. પંજાબે 2016-17માં તેના કુલ ખર્ચના 8.6 ટકા શિક્ષણ પર ખર્ચ્યા જે 2021-22માં વધીને 10 ટકા થઈ ગયા. આ પાંચ રાજ્યોમાંથી માત્ર ઉત્તરાખંડ (17.3 ટકા)એ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ ખર્ચ કર્યો છે. મણિપુરે કુલ ખર્ચના 10.7 ટકા અને ગોવાએ 13.1 ટકા શિક્ષણ પાછળ ખર્ચ્યા છે.
કયા રાજ્યએ કેટલો ખર્ચ કર્યો
પંજાબ અને મણિપુર કુલ ખર્ચની સરખામણીએ આરોગ્ય સવલતો પાછળ ખર્ચના મામલામાં સૌથી પાછળ છે. આ રાજ્યોએ આરોગ્ય પર તેમના કુલ ખર્ચના અનુક્રમે 3.4 ટકા અને 4.2 ટકા જ ખર્ચ કર્યા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 5.5 ટકા છે. ગોવાએ 6.8 ટકા, ઉત્તરાખંડે 6.1 ટકા અને ઉત્તર પ્રદેશે 5.9 ટકા આરોગ્ય પાછળ ખર્ચ્યા છે. 2016-17 થી 2021-22 દરમિયાન મણિપુર સિવાયના તમામ રાજ્યોમાં આરોગ્ય ખર્ચમાં સુધારો થયો છે.