તાનશાહ કિમ જોંગ ઉન પોતાના ક્રૂર નિયમો માટે દેશ અને દુનિયામાં જાણીતો છે, ત્યારે હાલમાં જ કિમ જોંગે કરેલા એક નિર્ણય દુનિયામાં ચર્ચા જગાવી છે, નોર્થ કોરીયની જનતા માટે તેમના તાનાશાહ નેતાએ એક નવો જ નિયમ લાગૂ કર્યો છે, જેમાં નોર્થ કોરીયાની જનતા લેધરનો કોટ (જેકેટ) પહેરી શકશે નહીં. આ નિર્ણય પછી નોર્થ કોરીયામાં ના તો કોઇ દુકાનદાર લેધરના કોટ્સનું વેચાણ કરી શકશે કે નાતો કોઇ તેને પહેરી શકશે.
ડેલીમેલના રિપોર્ટસ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે નોર્થ કોરીયામાં લેધરનુ લોંગ જેકેટ પહેરવાનો ટ્રેન્ડ તાનાશાહ કિમ જોંગ ઉનને જોઇને જ આવ્યો હતો, કેમ કે કિમ જોંગ ઉનનો પસંદીદા પોષક લોંગ લેધર જેકટ હોવાનું તેના નજીકના લોકોનું કહેવું છે. વર્ષ 2019માં કિમ જોંગ ઉને એક કાર્યક્રમ દરમિયાન લોંગ લેધરનું જેકેટ પહેર્યુ હતું જેની ચર્ચા ખૂબ થઇ હતી, જેને નોર્થ કોરીયાની ટીવી ચેનલ્સ દ્વારા પણ દર્શાવવામાં આવ્યું હતું. જેના પછી નોર્થ કોરીયના લોકોને તાનાશાહનો આ અંદાજ પસંદ આવવા લાગ્યો અને લોકો તેને કોપી કરવા લાગ્યા હતા, જેનાબાદ ચીનમાંથી લેધર જેકેટ્સને ઇમ્પોટ કરવાની જરૂર પડી હતી. લોકો આ લેધર જેકેટ્સના દિવાના થઇ ગયા હતા, એવામાં જ તાનાશાહ કિમ જોંગ ઉને તેમની પહેરવેશની ફ્રિડમ પર પણ કાપ મુકી દીધો અને લેધરના જેકેટ્સ પહેરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. કિમ જોંગ ઉનનું માનવું છે કે તેમના જેવા લેધરના કોટ કે જેકેટ્સ પહેવા એ તેમનું અપમાન છે અને એટલા માટે જ તાનાશાહે આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે કિમ જોંગ ઉન સિવાય આ પ્રકારના કોટ્સ તેમની બહેન અને એનક ઉચ્ચહોદ્દા પર બેઠેલા અધિકારીઓ પહેરતા હતા, એટલે નોર્થ કોરિયામાં કોટ્સ અને લેધર જેકેટ્સ એક શક્તિશાળી વ્યક્તિનો પોષાક માનવામાં આવતો હોવાથી સામાન્ય વ્યક્તિના પહેરવેશ માટે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.