જેકલીન ફર્નાન્ડીઝ પોતાની લાઇફના ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે તેનું નામ જોડાયા બાદ તે મુશ્કેલીનો સામનો કરી રહી છે. હવે સમાચાર આવ્યા છે કે જેકલીનના હાથમાં આવેલો એક મોટો પ્રોજેક્ટ છીનવાઇ ગયો છે. તે ધ ઘોસ્ટ ફિલ્મની બહાર થઇ ગઇ છે.
નાગાર્જુનની ફિલ્મ ધ ઘોસ્ટમાં પહેલા કાજલ અગ્રવાલને સાઇન કરવામાં આવી હતી પરંતુ પ્રેગનન્સીને કારણે તેણે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. જે બદા કેટલીક અન્ય એક્ટ્રેસનું નામ સામે આવ્યુ હતુ. બાદમાં જેકલીન ફર્નાન્ડીઝને આ ફિલ્મની હિરોઇન બતાવવામાં આવતી હતી પરંતુ મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ફિલ્મના મેકર્સ કોઇ ચાન્સ લેવા માંગતા નહતા અને આ કારણે જેકલીન ફિલ્મની બહાર થઇ ગઇ છે. હવે જ્યારે જેકલીનને ફિલ્મની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો તો બીજી હિરોઇનને શોધવામાં આવી રહી છે.
ફિલ્મની શૂટિંગમાં મોડુ થઇ રહ્યુ છે જેના બે કારણ છે. પ્રથમ હિરોઇનનું ફાઇનલ ના થવુ અને બીજુ કોવિડ. ફિલ્મ બહારના લોકેશન પર શૂટ થવાની હતી પરંતુ કોવિડ મહામારીને કારણે આઉટડોર શૂટ અત્યારે કેન્સલ કરવામાં આવ્યુ છે. જેકલીનની વાત કરીએ તો તે ભલે આ ફિલ્મની બહાર થઇ ગઇ હોય પરંતુ તેની પાસે કિક-2, રામસેતુ, બચ્ચન પાંડે અને સર્કસ જેવી ફિલ્મ છે.
ઠગ સુકેશ સાથે જોડાઇ રહ્યુ છે નામ
જેકલીન ફર્નાન્ડીઝની તકલીફ વધી રહી છે. જેકલીન પર આરોપ છે કે છેતરપિંડીમાં તેણે સુકેશ ચંદ્રશેખરનો સાથ આપ્યો હતો. સુકેશ પર 200 કરોડની મની લૉન્ડ્રિંગનો આરોપ છે.