બોલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે હાલમાં જ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્વિમિંગ પુલમાં પોઝ આપતી કેટલીક તસવીરો શેર કરી હતી.
આ તસવીરોમાં જૈક્લીન બ્લૂ રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. જૈક્લીને શેર કરેલી તસવીરોએ હાલમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
જૈક્લીન બ્લૂ રંગની બીકીનીમાં એકદમ હોટ લાગી રહી છે, તેણે પોતાની તસવીરોને ‘પૂલ બેબી’એવું કેપ્શન આપ્યું છે. આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે જૈક્લીન એકદમ ખૂશ છે અને પોતાના વેકેશનને એન્જોય કરી રહી છે.
પૂલના કિનારે બેસીને જૈક્લીન સ્મૂધીની પણ મજા માણી રહી છે જેની તસવીર શેર કરી છે. હાલમાં જૈકીનો આ અંદાજ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ચાહકો તેની આ અદાઓ પર કોમેન્ટસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જૈક્લીન પોતાના વેકેશન દરમિયાન કોવિડ ગાઇડલાઇનનું પણ પાલન કરતી જોવા મળી હતી. જૈક્લીને પુલની નજીક જતી વખતે માસ્કમાં જોવા મળી હતી.