લાલપુર તાલુકાના ગામડાના રોડ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના લાલપુર જીલ્લા પંચાયતના સદસ્ય ખીમજી ભાઇ ધોળકિયાએ જામનગર જીલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે લાલપુરથી ગામડા સુધી જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે તાલુકા મથક આવા જવા માટે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે. બીમાર માણસોને અને પ્રેગનન્ટ બહેનો આવવા જવા માટે મુશ્કેલી ભોગવવી પડે છે.
તેમણે ખીરસરા ગામ લાલપુર સુધી, મોટીરાફુદડ થી બાંગાપીર થય સેવક ભરૂડીયા થી દળતુંગી,કાનવીરડી થી દલતુંગી થી પડાણા પાટીયા સુધીનું કામ,લાલપુર થી નાની રાફુદળ તથા મોટીરાફુદડ તેમજ કાનવીરડી સુધીનું કામ, મચ્છુ બેરાજા થી ડબાસંગ થી લાલપુર સુધી રોડ નું કામ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી.