વિશ્વના મહાન બેટ્સમેનમાંથી એક ભારતના સચિન તેંડુલકરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં મોટી જવાબદારી મળી શકે છે. સચિન સાથે સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ ભારતીય ક્રિકેટના સૌથી મોટા ચહેરામાં સામલે છે. વર્તમાન સમયમાં ગાંગુલી બીસીસીઆઇના અધ્યક્ષ છે તો દ્રવિડને તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે, આ બન્ને સિવાય લક્ષ્મણને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ બનાવવામાં આવ્યા છે પરંતુ સચિનને હજુ સુધી બીસીસીઆઇમાં કોઇ જવાબદારી મળી નથી. જોકે, બીસીસીઆઇના સચિવ જય શાહે હવે સંકેત આપ્યા છે કે સચિન પણ બોર્ડના કોઇ નવા રોલમાં જોવા મળી શકે છે.
બીસીસીઆઇના સચિન જય શાહે કહ્યુ કે દ્રવિડના હેડ કોચ અને લક્ષ્મણને એનસીએ હેડ કોચ પસંદ કર્યા બાદ સચિનને પણ બોર્ડમાં કોઇ રોલ મળી શકે છે. જય શાહે કહ્યુ કે તે તેની માટે ક્રિકેટના ભગવાનને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે સચિનને સિલેક્શન કમિટીમાં કોઇ ભૂમિકા આપવામાં આવી શકે છે. બીજી તરફ સચિન તરફથી આ મામલે કોઇ નિવેદન આવ્યુ નથી પરંતુ સમાચારમાં કહેવામાં આવ્યુ છે કે બીસીસીઆઇ સચિવ ભારતના મહાન બેટ્સમેનને મનાવવાના પ્રયાસ કરી રહ્યુ છે.
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2019માં બીસીસીઆઇના 39માં અધ્યક્ષના રૂપમાં પદ સંભાળ્યુ હતુ, આ પહેલા સીકે ખન્ના આ પદને સંભાળતા હતા. ગાંગુલી બીજો એવો કેપ્ટન છે જેને બીસીસીઆઇનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે, આ પહેલા વિજયનગરના મહારાજ કુમાર પ્રથમ એવા કેપ્ટન હતા જેમણે આ પદની જવાબદારી સોપવામાં આવી હતી. સચિને ગાંગુલીને બીસીસીઆઇના અધ્યક્ષ બનવા પર શુભેચ્છા પાઠવતા કહ્યુ હતુ, તેમણે જે રીતે પોતાની ક્રિકેટ રમી, તેમણે જે રીતે દેશની સેવા કરી, મને તેમાં કોઇ શંકા નથી કે તે (બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે) આ રીતની ક્ષમતા, લગન અને ફોકસ સાથે પોતાની ભૂમિકા નીભાવશે.