spot_img

Reliance Jioને મળી મોટી સફળતા, લદ્દાખના પૈગોંગ સરોવર સુધી પહોંચાડી 4G સર્વિસ

રિલાયન્સ જિયોએ લદ્દાખના પેંગોંગ તળાવ પર સ્થિત સ્પાંગમિક ગામમાં 4G વૉઇસ અને ડેટા સેવાઓ શરૂ કરી છે. Jio પેંગોંગ લેકની આસપાસ 4G મોબાઇલ કનેક્ટિવિટી પ્રદાન કરનાર પ્રથમ ઓપરેટર બની ગયું છે. પેંગોંગ લદ્દાખમાં એક પ્રિય પ્રવાસન સ્થળ છે. દર વર્ષે હજારો દેશી અને વિદેશી પર્યટકો પેંગોંગ તળાવની સુંદરતા જોવા આવે છે.

વિસ્તારને આ લાભો 4G સેવાને કારણે થશે

લદ્દાખના સાંસદ જામ્યાંગ સેરિંગ નામગ્યાલે Jio મોબાઈલ ટાવરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સાંસદે વિસ્તારના લોકોને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે, વિસ્તારના લોકો લાંબા સમયથી 4G કનેક્ટિવિટીની માંગણી કરી રહ્યા હતા. રિલાયન્સ જિયોની 4G સેવાઓ શરૂ થતાં તેમની માંગ પૂરી થઈ ગઈ છે. Jioની 4G સેવા પ્રદેશના અર્થતંત્રને વેગ આપવા ઉપરાંત પ્રવાસીઓ અને સૈનિકોને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

રિલાયન્સ જિયો લદ્દાખ ક્ષેત્રમાં સતત તેનું નેટવર્ક વધારી રહ્યું છે. અત્યંત કઠોર હવામાન ધરાવતા આ વિસ્તારમાં પરિસ્થિતિઓ તદ્દન પડકારજનક છે. વર્ષમાં ઘણા લાંબા સમય સુધી આ વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો રહે છે. મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં, Jioએ આ વિસ્તારમાં ટાવર લગાવીને તેને તેના નેટવર્ક સાથે જોડ્યું છે. વિસ્તારના લોકો હવે 4G નેટવર્ક દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડાયેલા છે.

મે મહિનામાં જિયોએ ખાલસી બ્લોકના કાંજી, ઉર્બિસ અને હનુપટ્ટા ગામો અને ડિસ્કિટ બ્લોકના ચુંગલુંગખા ગામમાં પણ તેની સેવાઓ શરૂ કરી હતી. Jio એ પ્રદેશમાં કારગીલ, ઝંસ્કાર અને ડેમચોક જેવા વિસ્તારોમાં પહેલેથી જ 4G નેટવર્ક સ્થાપિત કર્યું છે. JioFiber બ્રોડબેન્ડ સેવાઓ લદ્દાખના સૌથી મોટા શહેર લેહમાં પણ ઉપલબ્ધ છે. લોંચમાં હાજર રહેલા લોકોમાં એડવોકેટ તાશી ગ્યાલ્સન, ચેરમેન/સીઈસી, એક્ઝિક્યુટિવ કાઉન્સેલર તાશી યાકઝી અને LAHDC લેહ કાઉન્સેલર સ્ટેનઝિન ચોસ્પેલ, GH સામેલ હતા.v

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles