spot_img

જિયો ફોનનો પ્રથમ લુક આવ્યો સામે, જાણો કેટલી રહેશે કિંમત?

Jiophone Next દિવાળીથી બજારમાં ઉપલબ્ધ થશે. જિયો અને ગૂગલે શુક્રવારે આ જાણકારી આપી હતી.  Jiophone Next 6,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જો કે, આ કિંમત એવા ગ્રાહકો માટે હશે જેઓ હપ્તા વગર ફોન ખરીદે છે.

જિયો ફોનનો પ્રથમ લુક સામે આવ્યો છે. આ ફોનને જિયો અને ગૂગલે મળીને બનાવ્યો છે. પ્રગતિ ઓએસ પર ચાલતો પ્રથમ સ્માર્ટફોન છે.Jioએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગ્રાહકો JioPhone Next સ્માર્ટફોન પણ હપ્તામાં ખરીદી શકે છે. આ માટે ગ્રાહકોએ શરૂઆતમાં રૂ. 1,999 ચૂકવવા પડશે અને બાકીની રકમ 18 થી 24 મહિનાના હપ્તામાં આપી શકાશે. જેની ઈએમઆઈ 300 રૂપિયાથી શરૂ થઈને 600 રૂપિયા પ્રતિ માસ હશે. Jiophone Next રિલાયન્સ રિટેલના વ્યાપક નેટવર્ક પર સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.

જિયો ગૂગલે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, પ્રથમ વખત હપ્તા દ્વારા ઓછી કિંમતનો ફોન ખરીદવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોન Qualcomm ચિપસેટ પર તૈયાર કરવામાં આવ્યો છે અને તે દેશભરના તમામ Jiomart ડિજિટલ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે. જિયોફોન નેક્સ્ટ પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, જિયોફોન નેક્સ્ટ એ ભારત માટે ડિઝાઇન કરવામાં આવેલ એક સસ્તું સ્માર્ટફોન છે, જે એવી માન્યતાથી પ્રેરિત છે કે ભારતમાં દરેક વ્યક્તિએ ઈન્ટરનેટની તકોનો લાભ લેવો જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles