સરકારી નોકરીનું સ્વપ્ન જોઇ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કેટલાક વિભાગોમાં ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, એપરેન્ટિસ સહિત કેટલાક પદો પર ભરતી થવા જઇ રહી છે. યોગ્ય અને ઇચ્છુક પરીક્ષાર્થી અરજી કરી શકે છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC Recruitment 2022)
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે મેનેજમેન્ટ પદો માટે વેકેન્સી કાઢી છે. યોગ્ય ઉમેદવાર https://www.gujaratmetrorail.com/careers/ પર જઇને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 11 ફેબ્રુઆરી 2022 સુધી છે.
નવોદય વિદ્યાલય સમિતીમાં ભરતી (NVS Recruitment 2022)
નવોદય વિદ્યાલય સમિતી સહાયક આયુક્ત, સહાયક અનુભાગ અધિકારી, લેખા પરીક્ષા સહાયક, જૂનિયર એન્જિનિયર અને અન્ય પદો પર ભરતી કરવા જઇ રહ્યા છે. કુલ 1925 પદ પર નિયુક્તી કરવામાં આવશે. ઉમેદવાર 10 ફેબ્રુઆરી સુધી https://cdn.digialm.com/ પર જઇને અરજી કરી શકે છે.
આઇઓસીએલમાં વેકેન્સી (IOCL Recruitment 2022)
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે ટેકનિકલ અને ગેર ટેકનિકલ એપેરેન્ટિસના 570 પદ પર ભરતી કાઢી છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ iocl.com પર જઇને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી 2022 સુધી છે. અરજી કરનારને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગોવામાં નિયુક્તી આપવામાં આવશે.
એમપી હાઇકોર્ટમાં ભરતી (MP High Court Recruitment 2022)
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ડિસ્ટ્રિક્ટ જજના પદ પર વેકેન્સી કાઢી છે. કુલ 9 પદ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર 25 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે એણપી હાઇકોર્ટની વેબસાઇટ
mphc.gov.in પર વિજિટ કરી શકો છો.