જૂનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ પરિક્રમાને ગ્રહણ લાગ્યુ હતુ પરંતુ આ વર્ષે પરિક્રમા થશે. આ વખતે તેમા માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.
સામાન્ય રીતે જૂનાગઢમાં લીલી પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ 400 લોકોમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ,સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી પણ વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે ગયા વર્ષે કોરોનાના કારણે ગિરનારની લીલી પરિક્રમાની મંજૂરી અપાઇ નહોતી. દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે 10 લાખથી વધુ ભાવિકો જૂનાગઢ આવતા હોય છે. ભાવિકો અહીં ગિરનાર અભ્યારણ્યમાં અતિ કઠીન એવી 36 કિલોમીટરની પરિક્રમા ચાલીને કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે, ગઢ ગરવા ગિરનારમાં વસતા 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે.