18 ઓક્ટોબર એટલે કે સોમવારથી ગુરુ મકર રાશિમાં જશે. મકર ગુરુની નબળી નિશાની છે. ભગવાન શનિ પણ મકર રાશિમાં સ્થિત છે. ગુરુ અને શનિની જોડી 20 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ ગુરુ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના કહેવા પ્રમાણે ગુરુ ગ્રહની સ્થિતિ ભારત માટે શુભ રહેશે. સ્વતંત્ર ભારતની કુંડળી અનુસાર દેશની રાશિ કર્ક છે. ગુરુ જવાથી ભયની સ્થિતિ ખત્મ થશે. અસ્થિરતા ખત્મ થશે. સરકારનો વિરોધ કરનારા લોકો વધુ સક્રીય થઇ જશે. અનેક લોકોના જૂના રોગ ફરીથી ઉથલો મારશે.
મેષ રાશિના જાતકો યોજનામાં જરૂરી ફેરફાર કરે. વિચાર્યા કોઇ કામ ના કરો. ભગવાન વિષ્ણુને ફૂલો અર્પિત કરો.
વૃષભ રાશિના જાતકો પોતાનો પ્રભાવ વધારવા વધુ મહેનત કરે. વિવાદથી બચે. ભગવાન વિષ્ણુને સવા કિલો ઘી ચઢાવો.
મિથુન રાશિના જાતકો મુશ્કેલીઓ દૂર કરવા યોગ્ય વ્યક્તિની સલાહ લો. વિષ્ણુ ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો.
કર્ક રાશિના જાતકો આવક વધારવાનો પ્રયાસ કરે. કાર્ય સ્થળ પર વિવાદથી બચો. ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો કરો.
સિંહ રાશિના જાતકો નકારાત્મકતાથી બચો. પરિવારની મદદ માટે કામ કરો.
કન્યા રાશિના જાતકો ભૂલો સુધારો. નજીકના લોકોને નજરઅંદાજ ના કરો. વિષ્ણુજીને મધ ચઢાવો.
તુલા રાશિના જાતકો નુકસાનની ભરપાઇ માટે નિષ્ણાંતની સલાહ લો. બેદરકારી ના કરો. ગુરુવારે ચણાનું દાન કરો
વૃશ્વિક રાશિના જાતકો સંબંધીઓ સાથે સંબંધો સુધારો. સ્વાસ્થ્ય સંબંધમાં સતર્ક રહો.
ધનુ રાશિના લોકો મિત્રોની મદદ લઇને જૂની સમસ્યાઓ ખત્મ કરી શકે છે. લગ્ન સંબંધી કામમાં મોટા લોકોની સલાહ લે.
મકર રાશિના જાતકો ધર્મ સંબંધી કામોમાં દાન કરે. જરૂરી કામોમાં એકાગ્રતા રાખે.
કુંભ રાશિના જાતકો અસફળ થવા પર ફરીથી પ્રયાસ કરે. આત્મવિશ્વાસ ઘટવા ના દે.
મીન રાશિના જાતકો વ્યર્થ કામોમાં સમય બરબાદ ના કરે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરે.