કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરમાં ક્રિકેટની મજા માણી હતી. અચાનક જ ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ રમવા પોંહચેલા મંત્રીને જોઇને બધા હેરાન થઇ ગયા હતા.
@JM_Scindia Playing Cricket #BCCI pic.twitter.com/IeJjUUWMdm
— Abtak gujarat (@AbtakGujarat) October 15, 2021
સિંધિયા ગ્વાલિયારમાં MITS કોલેજ ખાતે બોર્ડ મિટિંગ માટે પહોંત્યા હતા, ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ ક્રિકેટ રમી રહ્યા હતા તેમને જોઇને સિંધિયાને પણ ક્રિકેટ રમવાની ઇચ્છા થઇ હતી અને તેઓ મેદાનમાં પહોંચી ગયા હતા.. તેમણે બે ઓવર રમી હતી અને આ દરમિયાન સિક્સર અને ફોર મારીને બધાને ચોંકાવી દીધા હતા.પરંતુ નિવૃત્ત IAS પ્રશાંત મહેતાની ઓવરમાં સિંધિયા ક્લિન બોલ્ડ થઇ ગયા હતા.સિંધિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ રમતનો વીડિયો પણ શેર કર્યો હતો.