અત્યાર સુધી ભારતીય સેના અને અમેરિકન સૈનિકો વચ્ચે યુધ્ધ અભ્યાસ થતો હતો પરંતુ હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભારતીય સૈનિકો અને અમેરિકન સૈનિકો કબડ્ડી રમી રહ્યા છે.. હાલમાં ભારતીય ફોજના જવાનોની એક ટુકળી દ્વિપક્ષિય ટ્રેનિંગ એક્સરસાઇઝ માટે અમેરિકાના અલાસ્કામાં છે.
અહિંયા અમેરિકન સેનાની અલાસ્કાની ટીમ ઇન્ડિયન આર્મીની મેજબાન કરી રહી છે. આ દરમિયાન બંને દેશોના સૈનિકો કબડ્ડી, સૉકર, વોલીબોલ જેવા ફ્રેંડલી મેચ રમતા નજર આવી રહ્યા છે. જ્યાં ભારતીય સૈનિકોએ અમેરિકન ફુટબોલમાં હાથ અજમાવ્યો, ત્યાં જ અમેરિકાના સૈનિકોએ પણ કબડ્ડીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યુદ્ધ અભ્યાસ નામની એક્સરસાઇઝ 15 થી 29 ઓક્ટોબર સુધી જોઇન્ટ બેસ એલમેનડોર્ક રિસર્ડસનમાં ચાલશે. બંને દેશો વચ્ચે આ 17મી એક્સરસાઇઝ છે.
આ વર્ષની યુદ્ધ અભ્યાસ એક્સરસાઇઝમાં ભારતીય સેનાની મદ્રાસ રેજીમેન્ટની 7મી બટાલિયનના 350 સૈનિક સામેલ થયા છે. આ સૈનિક ફર્સ્ટ સ્ક્વોડ્રનના પૈરાટ્રૂપર્સ, 404 કૈવલરી રેજીમેન્ટ, ફોર્થ ઇંફેટ્રી બ્રિગેડ કોમ્બૈટ ટીમ, 25મા ઇંફેટ્રી ડિવિઝનના 300 સૈનિક સાથે સૈન્ય અભ્યાસ કરશે.