કર્ણાટકના હાવેરી જિલ્લાના વ્યક્તિએ એક બેન્કને આગ લગાવી હતી. કહેવામાં આવે છે કે આરોપી લોન એપ્લિકેશન ફગાવવામાં આવતા નારાજ હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે જણાવ્યુ કે તેના વિરૂદ્ધ કાગિનેલી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલ 436,477 અને 435 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ અનુસાર, આરોપીને લોનની જરૂરત હતી, જેની માટે તેને બેન્કનો સંપર્ક કર્યો હતો. જોકે, બેન્કે તેમની લોન એપ્લિકેશનને ફગાવી દીધી હતી. પોલીસ અનુસાર, દસ્તાવેજોના વેરિફિકેશન બાદ લોનની અરજી ફગાવી દેવામાં આવી હતી.
બેન્ક તરફથી દસ્તાવેજ અને અન્ય કેટલાક પાયાની તપાસ થાય છે, જે બાદ લોન સ્વીકાર કરવામાં આવે છે. પોલીસ હવે આરોપીની પૂછપરછ કરી રહી છે.