દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા મલ્ટિપલ મ્યુટન્ટ વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો ભારત પરથી ટળી ગયો છે. સાઉથ આફ્રિકાથી બેંગ્લોર પરત ફરેલા કર્ણાટકના બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા જ્યા તપાસમાં સામે આવ્યું છે કે તેઓ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત નહોતા થયા તેઓ ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે.
પ્રદેશના મંત્રી આર અશોકે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી 1000થી વધુ લોકો પરત ફર્યા છે. દરેકના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે લોકો પહેલાથી બેંગ્લોર અથવા ક્યાયથી પણ પરત ફર્યા છે, તેમનો 10 દિવસ બાદ ફરી ટેસ્ટ કરવામાં આવશે.
બેંગ્લોર રુરલ ડેપ્યુટી કમિશ્નરના શ્રીનિવાસે જણાવ્યું કે 1થી 26 નવેમ્બર સુધી અહીં દક્ષિણ આફ્રિકાથી કુલ 94 લોકો આવ્યા છે. તેમાંથી 2 રેગ્યુલર વાઈરસથી સંક્રમિત મળ્યા. લોકોને ડરવાની જરુરત નથી. બીજી તરફ, કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા વધીને 281 થઈ ગઈ છે. શનિવારે અહીં 99 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યા છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ચિંતા વધારી રહ્યું છે. 10 મોટા રાજ્યોમાં છેલ્લા 30 દિવસમાં 2400 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. તેમાં સૌથી વધુ 1700 વિદ્યાર્થી મહારાષ્ટ્રના છે.