બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હવે તે અભિનેતાની યાદીમાં આવી ગયો છે જેમની સારી એવી ફેન ફોલોઇંગ બની ગઇ છે. કાર્તિક આર્યન ફરી એક વખત પોતાની ફિલ્મ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે આવી રહ્યો છે. કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકા (Dhamaka) નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે જેનું ટ્રેલર દર્શકો માટે આવી ગયુ છે.
ઇંટેસ, ગ્રિપિંગ અને હાર્ડ હિટિંગ, કાર્તિક આર્યન હાર્ડબોલ પત્રકાર અર્જુન પાઠકના રૂપમાં ડિઝિટલ સ્પેસમાં ધમાલ મચાવી રહ્યો છે. રામ માધવાની દ્વારા નિર્દેશિત ધમાકાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે.
કોરિયન ફિલ્મની ઓફિશિયલ રીમેક
લુકા-છુપી ફેમ એક્ટરે સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક પોસ્ટર શેર કરતા લખ્યુ કાલે થશે ધમાકા. ધમાકાનું ટ્રેલર કાલે રિલીઝ થશે. આ ફિલ્મની રાહ કાર્તિકના ફેન જોઇ રહ્યા હતા. જોકે, આ ફિલ્મ થિયેટરમાં આવીને સીધી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મ રામ માધવાની દ્વારા નિર્દેશિત છે. આ એક કોરિયન ફિલ્મ ‘ધ ટેરર લાઇવ’ની ઓફિશિયલ રીમેક છે. કાર્તિક આર્યન તેમાં એક પત્રકારની ભૂમિકામાં છે જેનું નામ અર્જુન પાઠક છે. જેમાં કાર્તિક આર્યન સિવાય મૃણાલ ઠાકુર, અમૃતા સુભાષ અને વિશ્વજીત પ્રધાન પણ કામ કરી રહ્યા છે.