spot_img

Karwa Chauth 2021: કરવા ચોથના દિવસે ભૂલથી પણ આ આઠ કામ ના કરો

Karwa Chauth 2021: કરવા ચોથનું વ્રત વિવાહીત મહિલાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  આ દિવસે  મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે નિર્જળા ઉપવાસ કરે છે. આ વર્ષે રવિવારે 24 ઓક્ટોબર 2021ના રોજ કરવા ચોથ છે. પાંચ વર્ષ બાદ આ કરવા ચોથ પર શુભ યોગ બની રહ્યો છે. કરવા ચોથ પર આ વર્ષે રોહિણી નક્ષત્રમાં પૂજન થશે. તો વળી રવિવારનો દિવસ હોવાના કારણએ સૂર્ય દેવનો પણ વ્રત રાખનારી મહિલાઓને આશીર્વાદ પ્રાપ્ત થશે. આ વ્રત ખૂબ નિયમ અને સાવધાનીથી કરવામાં આવે છે. આવો જાણીએ આ વ્રત કરવામાં શું ના કરવું જોઇએ.

-કરવા ચોથના દિવસે મોડે સુધી ઉંઘો નહી કારણ કે વ્રતની શરૂઆત સૂર્યોદયની સાથે થઇ જાય છે.

-પૂજા પાઠમાં વાદળી અને બ્લેક રંગને શુભ માનવામાં આવતો નથી. બની શકે તો લાલ રંગના કપડા પહેરો કારણ કે લાલ રંગને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

-આ દિવસે મહિલાઓએ કોઇ સૂતા વ્યક્તિને ઉઠાડવો જોઇએ નહી. હિંદુ શાસ્ત્રો અનુસાર કરવા ચોથના દિવસે કોઇ સૂઇ રહેલા વ્યક્તિને ઉઠાડવું અશુભ માનવામાં આવે છે.

-ભગવાનની પૂજા કરી નિર્જળા ઉપવાસનો સંકલ્પ કરો.

-વ્રત કરનારી મહિલાઓએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઇએ. મહિલાઓએ ઘરમાં કોઇ મોટી વ્યક્તિનું અપમાન કરવું જોઇએ નહીં.

-શાસ્ત્રો અનુસાર કરવા ચોથના દિવસે મહિલાઓએ પતિ સાથે લડાઇ કરવી જોઇએ નહીં. લડાઇ કરવાથી તમને વ્રતનું પૂણ્ય મળશે નહીં.

-કરવા ચોથના દિવસે સફેદ રંગની ચીજોનું દાન આપવું જોઇએ નહીં.

-આજના દિવસે અણીવાળી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઇએ. સોય દોરાથી કામ ના કરો. સિલાઇ અને બટન લગાવવાનુ કામ આજના દિવસે ના કરો તો સારુ રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles