બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કી કૌશલે સતત બીજા દિવસે પોતાના લગ્નની નવી તસવીરો પોસ્ટ કરી છે. કેટરીના તથા વિકીએ સો.મીડિયામાં મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી હતી. બંનેએ પંજાબી સોંગ ‘મહેંદી તા સજદી જે નચે સારા તબ્બર…’ કેપ્શનમાં આપ્યું હતું. કેટરીનાએ સસરા શામ કૌશલ સાથે ભાંગડા કર્યાં હતાં.
એક રિપોર્ટ અનુસાર કેટરિના અને કૌશલ લગ્ન બાદ દિલ્હી ગયા હતા અને ત્યાંથી તેઓ માલદીવ હનીમૂન માટે પહોંચ્યા છે. બંન્ને 14 ડિસેમ્બર સુધી માલદીવમાં રહેશે. 15 ડિસેમ્બરથી કેટરીના કૈફ ‘ટાઇગર 3’નું શૂટિંગનું શરૂ કરશે. 20 ડિસેમ્બરથી વિકી પણ શૂટિંગ સ્ટાર્ટ કરશે.
કેટરીના કૈફ તથા વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરની હોટલ સિક્સ સેન્સમાં લગ્ન કર્યાં હતાં