મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ તથા વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ હોટલમાં લગ્ન કર્યા હતા. વેડિંગ ફોટો પછી નવયુગલે તેમની હલ્દી સેરેમનીના ફોટો પણ શૅર કર્યા છે.
વિકી કૌશલ અને કેટરીના કૈફે હલ્દી સેરેમનીના ફોટો શૅર કરી કેપ્શનમાં લખ્યું, શુક્ર, સબ્ર, ખુશી. વિકી કૌશલ તથા કેટરીનાએ સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. બંનેએ એક જેવી તસવીરો તથા કેપ્શન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નવા જીવનની શરૂઆતમાં તમારા આશીર્વાદ જોઈએ છીએ.