વિક્કી કૌશલ અને કેટરીના કૈફે થોડા દિવસો પહેલાં જ લગ્ન કરી લીધા છે. લગ્ન થયાં ત્યાર સુધી કેટરીના લગ્નને લઈને ઘણી વ્યસ્ત રહી. હવે તે પોતાની પ્રોફેશનલ લાઈફમાં કમ બેક કરશે. મળતી માહિતી પ્રમાણે કેટરીના કૈફ સલામાન ખાન સાથે ટાઈગર 3નું શુટિંગ શરૂ કરશે.
ટાઈગર 3નું શુટિંગ તુર્કી, રશિયા, ઓસ્ટ્રિયા અને મુંબઈમાં કરવામાં આવ્યા છે. હવે તમામ શૂટ પૂર્ણ થયા બાદ ફક્ત છેલ્લા શોટ્સ બચ્યા છે. જે હવે કેટરીના અને સલમાન ખાન એક સાથે પૂર્ણ કરશે. છેલ્લા શોટ્સની શરૂઆત દિલ્લીમાં આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં શરૂ થશે. શુટિંગ 15 દિવસની હશે જે સલમાન અને કેટરીના બંન્ને સાથે મળીને પૂર્ણ કરશે. શુટિંગ દિલ્લીના રોયલ લોકેશન પર થશે.
રોયલ લોકેશન એવા સ્થાને છે જ્યાં ભારે ભીડ હોય છે. એટલે અન્ય ક્રુમેમ્બર્સે વહેલાં પહોંચવું પડશે. કારણ કે સલમાન અને કેટરીના કેફને જોવા માટે હજારો ફેંસ આવી શકે તેવી સંભાવનાઓ પણ રહેલી છે. ફિલ્મની સિક્યુરીટી એટલી હદે કડક રાખવામાં આવશે કે વાત ન પૂછો કારણ કે ફિલ્મની શુટિંગના અને સલમાન અને કેટરીનાના કોઈ પણ લુક્સને લીક થવા દેવા માંગતા નથી. બીજી તરફ સલમાન અને કેટરીના પણ ફિલ્મના નામ પ્રમાણે પોતાની ફિટનેસમાં સુધારામાં લાગી ગયા છે.
આપને જણાવી દેવા માંગીએ છીએ કે 2021ની સાલમાં એક થા ટાઈગર આવી હતી, તેના પછી 2017ની સાલમાં ટાઈગર જિંદા હૈ રીલિઝ થઈ. બંન્ને ફિલ્મો એ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. બંન્ને ફિલ્મની આટલી મોટી સફળતા બાદ ત્રીજા વર્ઝનને લઈને સ્ટાર પર પણ દબાણ છે કે ત્રીજી વર્ઝન બંન્ને વર્ઝન કરતાં પણ વધુ સફળતાના શિખરે પહોંચે