મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલ નવ ડિસેમ્બરના રોજ લગ્ન કરશે. બંન્નેએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. કેટરિના અને વિક્કીના લગ્ન રાજસ્થાનના ચૌથના બરવાડા સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ હોટલમાં શાહી અંદાજમાં લગ્ન કરશે. આવો જાણીએ કેવી રીતે કેટરિના અને વિક્કી કૌશલની લવ સ્ટોરીની શરૂઆત થઇ હતી.
કેટરિના અને વિક્કીની લવ સ્ટોરી એક મજેદાર અંદાજમાં શરૂ થઇ હતી. કેટરિના અને વિક્કીની લવ સ્ટોરીની શરૂઆત કરણ જોહરના ચેટ શોથી શરૂ થઇ હતી. આ શોમાં જ્યારે વિક્કી કૌશલ ગેસ્ટના રૂપમાં આવ્યો હતો ત્યારે કરણ જૌહરે વિક્કીને કહ્યુ હતું કે કેટરિના કૈફ તેની સાથે કામ કરવા માંગે છે અને તેને લાગે છે કે પડદા પર બંન્નેની જોડી સારી લાગશે. કરણની વાત સાંભળી વિક્કી ખૂબ ખુશ થઇ ગયો હતો અને તેણે બેભાન થવાનું નાટક કર્યું હતું.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલે પોતાના પ્રેમને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંન્ને જ્યારે પણ એક સાથે જોવા મળ્યા તેમની કેમિસ્ટ્રી છૂપાવી શક્યા નહોતા. તેઓ પાર્ટીથી લઇને ઇવેન્ટ્સ સુધી એક સાથે જોવા મળી ચૂક્યા છે.
એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ઇવેન્ટમાં વિક્કી કેટરિના કૈફને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં વિક્કી કેટરિનાને કહે છે કે તમે વિક્કી કૌશલ જેવા સારા વ્યક્તિને શોધીને લગ્ન કેમ નથી કરી લેતા, લગ્નની સીઝન ચાલી રહી છે.