અમિતાભ બચ્ચનના ચર્ચિત શો કોન બનેગા કરોડપતિ 13ને પોતાનો ત્રીજો કરોડપતિ મળી ગયો છે. હિમાની બુંદેલ અને સાહિલ અહિરવાર બાદ મધ્યપ્રદેશની ગીતા સિંહ ગૌડ કેબીસી 13ની (KBC 13) ત્રીજી કરોડપતિ બની ગઇ છે. જોકે, 7 કરોડના પ્રશ્નનો તે જવાબ આપી શકી નહતી અને 1 કરોડનો સવાલ રમ્યા બાદ શોને ક્વિટ કરી દીધો હતો.
1 કરોડ રૂપિયા જીતીને ગીતા શોની ત્રીજી કરોડપતિ બની ગઇ છે. 1 કરોડના સવાલ સુધી ગીતા પોતાની તમામ લાઇફલાઇનનો ઉપયોગ કરી ચુકી હતી, માટે તેણે 7 કરોડ રૂપિયાના સવાલ પર કોઇ રિસ્ક લીધુ નહતુ અને તે 1 કરોડની ભારે રકમ સાથે ચાલી ગઇ હતી.
શું હતો 7 કરોડનો સવાલ:
ગીતાને 7 કરોડ રૂપિયાનો જે સવાલ કરવામાં આવ્યો તે અકબરના પૌત્ર સાથે જોડાયેલો હતો.
સવાલ હતો: આમાંથી કોણ એક નામ અકબરના તે ત્રણ પૌત્રના નામમાં નથી જેમણે જેશુઇટ પાદરીઓને સોપ્યા બાદ તેને બનાવી દેવામાં આવ્યો હતો?
આ સવાલના વિકલ્પ હતા
A. ડૉન ફેલિપે
B. ડૉન હરિકે
C. ડૉન કાર્લોસ
D. ડૉન ફ્રાંસિસ્કો
આ સવાલનો સાચો જવાબ હતો: D. ડૉન ફ્રાંસિસ્કો
તમને જણાવી દઇએ કે ગીતા સિંહ ગૌડ એક હાઉસ વાઇફ છે. સોની ટીવી ગીતાના 1 કરોડ રૂપિયા જીતવા પર એક પ્રોમો જાહેર કર્યો હતો જેમાં કંટેસ્ટન્ટ પોતાના વિશે જણાવે છે કે તે 53 વર્ષની એક હાઉસ વાઇફ છે જેમણે પોતાનુ જીવન બાળકોની પરવરિશમાં ખર્ચ કરી દીધી પરંતુ હવે તેણે પોતાની સેકન્ડ ઇનિગ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને પોતાના જીવનને પોતાની રીતે જીવવાનો પ્રયાસ કરશે. શો ખતમ થયા બાદ ગીતાએ અમિતાભ બચ્ચનની પ્રશંસા કરી હતી. ગીતાએ કહ્યુ કે અમિતાભ બચ્ચન પરિવારની જેમ અનુભવ કરાવે છે તેમની સામે ગયા પહેલા કોઇ કેટલો પણ નર્વસ હોય તે બાદમાં સ્વસ્થ થઇ જાય છે.