બોલિવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના શહેનશાહ એ.આર. રહેમાનની પુત્રી ખતિજા ફરી એકવાર ચર્ચામાં છે. વર્ષ 2022ની શરૂઆત થઈ ગઈ છે અને બીજી તરફ ખતિજાએ ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા છે. એ.આર. રહેમાનની દીકરી ખતિજાની સગાઈ થઈ ગઈ છે. આ વાત તેણે ખુદ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. સગાઈની તસવીર પોસ્ટ કરીને તેણે તેના ભાવિ પતિ સાથે દુનિયાનો પરિચય કરાવ્યો છે.
ખતીજાની સગાઈ રિયાસદ્દીન શેખ મોહમ્મદ સાથે થઈ છે, જેઓ વ્યવસાયે ઓડિયો એન્જિનિયર છે. ખાસ વાત એ છે કે ખતિજાએ તેના જન્મદિવસના દિવસે સગાઈ કરી હતી. ચાહકો સાથે ખુશીની ક્ષણ શેર કરતાં ખતિજાએ લખ્યું, ‘ઈશ્વરના આશીર્વાદ સાથે, ઉદ્યોગસાહસિક અને ઑડિયો એન્જિનિયર રિયાસદ્દીન શેખ મોહમ્મદની સાથે સગાઈની જાહેરાત કરતાં આનંદ થાય છે. સગાઈ 29મી ડિસેમ્બરે મારા જન્મદિવસે થઈ હતી. જેમાં પરિવાર અને નજીકના લોકો સામેલ થયા હતા.
ખતિજાએ કપડા સાથે મેચ થતો ડિઝાઈનર માસ્ક પણ પહેર્યો છે. તસવીરમાં તેણે પોતાનો ચહેરો તો નથી બતાવ્યો, પણ નવી સફરનો આનંદ તેની આંખોમાં ચોક્કસ દેખાય છે. સાથે સાથે તેણે રિયાસદ્દીન શેખ મોહમ્મદનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો, જેમાં તે ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો છે. થોડા મહિના પહેલા લેખિકા તસ્લીમા નસરીને ખતિજાને તેના હિજાબ માટે ટ્રોલ કરી હતી.