કિઆ કેરેંસ MPVનો મુકાબલો Maruti Suzuki XL6, Mahindra Marazzo, Toyota Innova Crysta અને Hyundai Alcazar સાથે થશે.। એમપીવીને ભારતમાં મેન્યુફેક્ચર કરવામાં આવશે અને 90 ગ્લોબલ માર્કેટમાં મોકલવામાં આવશે, તેને રાઇટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ ડ્રાઇવ બન્ને બજારમાં સામેલ છે.
Kia Carens MPV કુલ 8 કલર ઓપ્શન સાથે આવશે જેમાં ઇમ્પીરિયલ બ્લૂ, મૉસ બ્રાઉન, સ્પાર્કલિંગ સિલ્વર, ઇંટેન્સ રેડ, ઓરોરા બ્લેક પર્લ, ગ્રેવિટી ગ્રે, ગ્લેશિયર વ્હાઇટ પર્લ અને ક્લિયર વ્હાઇટ સામેલ છે. કિઆનો દાવો છે કે કેરેંસમાં કેટલાક ફર્સ્ટ-ઇન-ક્લાસ ફીચર્સ મળે છે. એમપીવી એક ડિઝાઇન સાથે આવે છે જે ભારતમાં ઉપલબ્ધ અન્ય કિઆ કારથી અલગ છે.
જેમાં HVAC કંટ્રોલ માટે ટૉગલ સ્વિચ સાથે એક નવુ ટચ-આધારિત પેનલ અને એંબિયંટ લાઇટ અંડરલાઇનિંગ પણ મળે છે. સેન્ટર કંસોલ નાનુ છે અને તેમાં સીટ વેંટિલેશન, ડ્રાઇવ મોડ વગેરે માટે એડિશનલ કંટ્રોલ નિયંત્રણ છે.
Carens 6- અને 7 બેઠક કૉન્ફિગરેશન બન્નેમાં ઉપલબ્ધ હશે.
ફીચર્સની વાત કરીએ તો કેરેંસ Apple CarPlay, Android Auto અને Kiaના UVO કનેક્ટ સાથે 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એક પુરી રીતે ડિઝિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, એક આઠ સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ, 64 કલર એંબિયંટ લાઇટ, વેંટિલેટેડ ફ્રંડ સીટ્સ, કપ હોલ્ડર્સ સાથે સીટ-બેક ટેબલ, બીજી રો માટે ઇલેક્ટ્રિકલી પાવર્ડ વન-ટચ ટમ્બલ ડાઉન ફીચર, સિંગલ-પૈન સનરૂફથી લૈસ છે. સેફ્ટી ઓનબોર્ડમાં સ્ટાન્ડર્ડ છ એરબૈગ અને ABS અને ESC, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, તમામ ચાર પૈડા પર ડિસ્ક બ્રેક TPMS અને રિયર પાર્કિગ સેન્સર જેવા કેટલાક બીજા ફીચર્સ સામેલ છે.