દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઇન્ડિયા 3 મેચની વન ડે સિરીઝ પણ રમશે પરંતુ મુશ્કેલીની વાત એ છે કે કેપ્ટન રોહિત શર્માના વન ડે શ્રેણીમાં રમવા પર સવાલ ઉભા થઇ રહ્યા છે. રોહિત શર્માની ઇજા પુરી રીતે સ્વસ્થ થઇ નથી અને એવામાં તેમનું વન ડે શ્રેણી રમવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. આ કારણે BCCIએ વન ડે સિરીઝ માટે ટીમની જાહેરાત પણ આગામી 3-4 દિવસ માટે ટાળી દીધી છે. માનવામાં આવી રહ્યુ છે કે રોહિત શર્માનો ફિટનેસ રિપોર્ટ આવ્યા બાદ જ બીસીસીઆઇની સિલેક્શન કમિટીની બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યુ છે કે ટીમનું સિલેક્શન પ્રથમ ટેસ્ટ પછી થશે. આ બેઠક 30 અથવા 31 ડિસેમ્બરે મળી શકે છે.
રોહિત શર્માની કેટલી ગંભીર છે ઇજા
રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઇન્જરી સામે ઝઝુમી રહ્યો છે અને તે બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. એમ તો રોહિત શર્મા ફિટ દેખાઇ રહ્યો છે પરંતુ બીસીસીઆઇના અધિકારીઓ અનુસાર હેમસ્ટ્રિંગ ઇન્જરી, બીજી ઇજાથી અલગ હોય છે અને તેનાથી ફરી ઉભરવાની આશંકા હોય છે. એવામાં રોહિત શર્માને લઇને કોઇ નિર્ણય લીધો નથી. રોહિત શર્મા સિવાય રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ ઇજાથી પરેશાન છે. આ બન્નેનું પણ વન ડે સિરીઝમાં રમવુ મુશ્કેલ છે.
મીડિયા સુત્રો અનુસાર, રોહિત શર્માની ગેર હાજરીમાં લોકેશ રાહુલને વન ડે ટીમની કેપ્ટન્સી મળી શકે છે. 30-31 ડિસેમ્બર સુધી રોહિત શર્મા વન ડે શ્રેણી માટે ફિટ ના થઇ શક્યો તો લોકેશ રાહુલને ટીમની કમાન સંભાળવાની તક મળી શકે છે. બીસીસીઆઇ સુત્રો અનુસાર જાડેજા અને અક્ષર પટેલ પણ નહી રમી શકે. એવામાં આર.અશ્વિનની વન ડે ટીમમાં વાપસી થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે અશ્વિને વર્ષ 2017માં અંતિમ વન ડે મેચ રમી હતી.
અશ્વિન સિવાય યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશ અય્યરને વન ડે ટીમમાં સામેલ કરવાની પુરી સંભાવના છે. બન્ને ખેલાડી વિજય હજારે ટ્રોફી અને IPLમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ચર્ચા છે કે મીડલ ઓર્ડર બેટ્સમેન શાહરૂખ ખાનના નામ પર પણ ચર્ચ થઇ શકે છે. વિજય હજારે ટ્રોફીમાં શાહરૂખ ખાને પોતાની વિસ્ફોટક બેટિંગના દમ પર તમિલનાડુને ફાઇનલમાં જગ્યા અપાવી હતી.