નવી દિલ્હીઃ બીસીસીઆઇએ સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રણ વનડે મેચની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્ત રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાંથી આઉટ થઇ ગયો છે. તેના બદલે કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલી વનડે 19 જાન્યુઆરી, બીજી વનડે 21 જાન્યુઆરી અને ત્રીજી વનડે 23 જાન્યુઆરીએ રમાશે.
તે સિવાય ઝડપી બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે અક્ષર પટેલ અને જાડેજા હાલમાં અનફિટ છે. આ અગાઉ વિરાટ કોહલીને વન-ડેના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો.
બાદમાં રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે રોહિત શર્મા ઇજાના કારણે વન-ડે સીરિઝ રમી શકશે નહી જેથી તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ટીમ ઇન્ડિયાઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, વેંકટેશ ઐય્યર, ઋષભ પંત, ઇશાન કિશન, યુઝર્વેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન. વોંશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ