બોલિવૂડના નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે બુધવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી લોકપ્રિય ચેટ શો ‘કોફી વિદ કરણ’ની નવી સીઝનને લઇને એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં કરણ જોહરે જણાવ્યું છે કે તેઓ નવી સીઝનને લઇને નથી આવી રહ્યા.. પરંતુ આ પોસ્ટ કર્યાના થોડાક જ કલાકોમાં એક નવો જ વળાંક આવી ગયો હતો. કરણ જોહરે ફરી એક પોસ્ટ કરી અને જણાવ્યું કે ‘કોફી વીદ કરણ’ની નવી સીઝન આવવાની છે અને જલ્દ્દી એક ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમીંગ કરવામાં આવશે. સાથે જ કરણ જોહરે એપણ જણાવ્યું છે કે પાછલા વર્ષોમાં જ થયું છે તેને લઇને પણ આ ટોક શોમાં વાત કરવામાં આવશે.
એક રિપોર્ટ પ્રમાણે કરણ જોહરની ‘કોફી વીદ કરણ 7’મી સીઝન છે અને આ સીઝનના પહેલાં મહેમાં આ સીઝનનો પહેલો એપિસોડ શૂટ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ પ્રમાણે આ સીઝનમાં પહેલાં મહેમાન તરીકે આલિયા ભટ્ટ અને રણવીર સિંઘ આવવાના છે. આ એપિસોડ માટે બંને સ્ટાર્સ મે મહિનાના પહેલા અઠવાડીયામાં શૂટ કરવાના છે.
ઉલ્લેખનીય છે કે રણવીસ સિંહ અને અલિયા ભટ્ટ કરણ જોહરની અપકમિંગ ફિલ્મ ‘રૉકી ઓર રાની કી પ્રેમ કહાની’માં લીડ રોલ કરી રહ્યા છે.. આ ફિલ્મથી કરણ જોહર ફરી એક વખત ડાયરેક્શનની દુનિયામાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થવાની છે. ત્યારે આને જોતા એવું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે ‘કોફી વીદ કરણ’ની 7મી સીઝનના પહેલાં એપિસોડમાં રણવીર સિંઘ અને આલિયા ભટ્ટ નજર આવશે. સાથે પહેલાં જ એપિસોડમાં દર્શકોને ખૂબ મસ્તી ધમાલ સાથે અનેક રાઝ ખૂલતા પણ જોવા મળી શકે છે. તો એ રિપોર્ટ પ્રમાણે એવી પણ ચર્ચાઓ છે કે ‘કોફી વદ કરણ’ની 7મી સીઝનના પહેલા એપિસોડમાં રણબીર અને આલિયા પણ હોઇ શકે છે. આને લઇને કોઇ ચોક્કસ માહિતી મળી નથી કે સ્ટાસ તરફથી પણ આની કોઇ કન્ફર્મેશન આપવામાં આવી નથી…