spot_img

કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં TMCની ક્લિન સ્વિપ, મમતા દીદી ફરી જીત્યા

કોલકાતા મહાનગરપાલિકાની તમામ 144 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચ અનુસાર TMCએ 7 બેઠકો પર જીત મેળવી લીધી છે. પરિણામમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને બહુમત મળ્યો છે. સત્તા પર રહેલી TMC 133 વોર્ડમાં આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 5, કોંગ્રેસ 2, લેફ્ટ 1 અને અન્ય 3 વોર્ડ પર આગળ ચાલી રહ્યા છે.

અત્યાર સુધી મળેલા વોટ ટકાવારીના હિસાબથી ટીએમસીને 74.2 ટકા મત મળ્યા, ભાજપને 8 ટકા અને લેફ્ટને 9.1 ટકા મત મળ્યા હતા.

કુલ 11 કાઉન્ટિંગ સેન્ટર છે. દરેક મતગણના કેન્દ્રમાં 7થી 10 ટેબલ પર ગણતરી થઇ રહી છે. મતગણતરી કેન્દ્રમાં 3 લેયર સિક્યુરીટી છે. 200 મીટરમાં કલમ-144 લાગુ છે અને કુલ 3 હજાર પોલીસ જવાન તૈનાત છે. દરેક મતગણના કેન્દ્રમાં કેટલાક સીસીટીવી કેમેરા લાગ્યા છે. કાઉન્ટિંગની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. કુલ 950 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો થશે.

રવિવારે નાની મોટી હિંસા વચ્ચે કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઇ હતી. બોમ્બમારામાં એક વ્યક્તિના ઘાયલ થવા સહિત હિંસાની નાની મોટી ઘટના વચ્ચે 63.37 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન દરમિયાન કુલ 453 ફરિયાદ મળી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles