જો તમે બેન્કમાં નોકરીની તૈયારી કરી રહ્યાં છો તો તમારી માટે એક શાનદાર તક છે. બેન્ક ઓફ બરોડા દ્વારા B.Tech, B.E. અને M Tech ડિગ્રી ધરાવતા યુવાનો માટે વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે. બેન્ક ઓફ બરોડા એ આઈટી સ્પેશ્યાલિસ્ટ ઓફિસર, ડેટા સાઈન્ટિસ્ટ એન્ડ ડેટા એન્જીનિયર માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં કુલ 15 પદો પર ભરતી કરવામાં આવશે.આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની આજે અંતિમ તારીખ છે.
આ પદો પર લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. આ તમામ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અરજી કરવાની અંતિમ તારીખ 6 ડિસેમ્બર છે. આ નોકરીમાં 48000થી 76,000 રૂપિયા સુધી પગાર મળી રહ્યો છે. ડેટા સાઈન્ટિસ્ટના પદ પર અરજી કરવા માટે ઉમેદવારે માન્ય ઈન્સ્ટીટ્યૂટથી લઘુત્તમ 60 ટકા સાથે B. Tech/ B.E./ M Tech/ M.E કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત ડેટા એન્જીનિયરના પદ માટે ઉમેદવાર કોમ્પ્યૂટર સાયન્સ અથવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં બેચલર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. Gen/OBC/EWS માટે અરજી કરવાનો ચાર્જ રૂ. 600 અને SC/ST/PWD માટે રૂ. 100 છે. આ ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલ વધુ માહિતી માટે @bankofbaroda.in વિઝિટ કરી શકાય છે.
આ નોકરી માટે પસંદ થનારા ઉમેદવારોએ એક ઓનલાઇન ટેસ્ટ આપવાનો રહેશે. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.