spot_img

ઔષધીઓથી ભરપૂર મૂન મિલ્ક, જાણો તેના ફાયદા

ઔષધીઓથી ભરપૂર દૂધને મૂન મિલ્ક કહેવામાં આવે છે. જે ના માત્ર આપણા મગજ અને શરીરને આરામ આપે છે પરંતુ પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત બનાવવાની સાથે ઉંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. એક લાંબા થાક પછી આરામદાયક ઉંઘની જરૂર હોય છે. તબીબો 7થી 8 કલાકની ઉંઘની સલાહ આપે છે. તમે રાત્રે સૂતા પહેલાં હળદરવાળા દૂધના આયુર્વેદિક ફાયદા વિશે સાંભળ્યું હશે પણ એક બીજા પ્રકારનું દૂધ પણ હોય છે જેને સૂતા પહેલા રોજ પીવુ જોઈએ જેથી સારી ઉંઘ આવી જાય. અને અમે વાત કરી રહ્યાં છીએ મૂન મિલ્કની. આ દૂધ ભારતીય ઔષધીઓ અને અશ્વગંધા, જાયફળ, હળદરથી તૈયાર થાય છે જે ના માત્ર તમારા મગજ અને શરીરને આરામ આપે છે પણ તમારી ઈમ્યુનિટીને પણ મજબૂત કરવામાં તમારી મદદ કરે છે. હળદરના દૂધની જેમ આ પણ તમારા આરોગ્ય માટે રામબાળ ઈલાજ છે.

મૂન મિલ્કના ફાયદા

મૂન મિલ્ક જે ઔષધીઓથીભરપૂર દૂધ છે જેમાં અશ્વગંધા પણ નાખવામાં આવે છે. આ ઔષધી પાવરફૂલ એન્ટીફ્લેમેટ્રી ગુણોની સાથે કાર્ડિયોપલ્મોનરી અને કેન્દ્રીય તંત્રિકા તંત્ર પર સકારાત્મક અસર કર છે. અશ્વગંધા યુવાનોમાં તણાવ અને ચિંતા ઓછી કરે છે. જેનાથી ઉંઘની ગુણવત્તામાં સુધાર આવે છે.

દૂધ:
સૌથી પહેલા તો આ દૂધ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, હકીકતમાં દૂધમાં ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડ હોય છે. જે સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. દૂધ અનેક જરૂરી પોષકતત્વો જેવા કે પ્રોટીન, વિટામીન, કૈલ્શિયમથી ભરપૂર છે. જેને પીવાથી શરીરમાં તાકાત આવે છે અને આરોગ્યમાં વધારો થાય છે.

હળદર:
મૂન મિલ્કમાં નાખવામાં આવતી હળદર એક એન્ટીઓક્સીડન્ટ, એન્ટ ઈફ્લેમેટ્રી સિવાય તેમાં ઈમ્યુનિટી બુસ્ટિંગના ગુણ પણ હોય છે. માનવામાં આવે છે કે હળદરમાં કાર્મેટિવ ઈફેક્ટ હોય છે જે સારી પાચનક્રિયા અને ચયાપચય માટે ઘણી જ સારી છે.

અશ્વગંધા:
આ પરંપરાગત જડીબુટ્ટી સદીઓથી પોતાના ઔષધીય ગુણોના કારણે ઓળખાય છે. અશ્વગંધા એક એડાપ્ટોજેનિક ઔષધી છે. જે આપણા શરીરને કોઈપણ પ્રકારના તણાવ અને ચિંતાથી દૂર રાખે છે. આ ઔષધીના મૂળ ઘણાં જ ઉપયોગમાં લેવાય છે.

જાયફળ:
જાયફળ એક એડેપ્ટોઝેન છે. જે આપણા શરીર માટે સિડેટિવનું કામ કરી શકે છે. તેના સેવનથી તણાવથી રાહત તો મળે જ છે. સાથે જ ઉંઘની ગુણવત્તામાં સુધારો લાવી શકે છે.
મૂન મિલ્ક કેવી રીતે બનાવશો:
1 કપ – દૂધ
1 ચપટી – હળદર
અડધી ચમચી અશ્વગંધાનો પાવડર
અડધી ચમચી તજનો પાવડર
1 નાની ચમચી સૂંઠનો પાવડર
1 ચપટી જાયફળનો પાવડર
1 નાની ચમચી નારિયળનું તેલ
1 ચમચી મધ

મૂન મિલ્ક બનાવવાની વિધિ:
પેનમાં દૂધને ધીમા તાપે ઉકળવા દો
બાદમાં તેના અશ્વગંધા, તજ, સૂંઠ, હળદર અને જાયફળ મિક્સ કરો. હવે ગેસ બંધ કરી દો.
5થી 10 મિનિટ માટે મસાલાને દૂધમાં રહેવા દો
બાદમાં તેમાં નારિયળનું તેલ નાખો અને સારી રીતે હલાવો, તમે ઈચ્છો તો દૂધમાં થોડી ખાંડ અથવા મધ પણ મિક્સ કરી શકો છો.
હવે મૂન મિલ્કનેએક કપમાંનાખી રાત્રે મધ મિક્સ કરી સૂતા પહેલા પી લો.
જો તમે પ્લાન્ટ બેસ્ટ ડાયટ પર છો તો નારિયલનું દૂધ, બદામનું દૂધ અથવા સોયાનું દૂધ પણ લઈ શકો છો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles