ટેલિવીઝન શો અનુપમામાં (Anupama) કાવ્યાની (Kavya) ભૂમિકા ભજવનાર મદાલસા શર્માએ (MadalsaSharma) પોતાના સસરાની જેમ જ ડાન્સ કર્યો. અને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો તો મદાલસાના ફેન્સ ગાંડા બની ગયા છે. આપને જણાવી દેવા માંગીએ છીએ કે મદાલસા શર્મા દિગજ્જ અભિનેતા અને તેના સમયના પ્રખ્યાત ડાન્સર મિથુન ચક્રવર્તીની (Mithun Chakravarti) વહુ છે
મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ હોય છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. એવો જ એક વીડિયો ફરીથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મદાલસા શર્મા બ્લેક કલરના શોર્ટ ટ્યુબ ડ્રેસ પહેરીને ‘હવા મેં ઉડતી જાય’ ગીત પર ખૂબ જ સુંદર અંદાજમાં ડાન્સ કરી રહી છે.જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
View this post on Instagram
મદાલસાના વીડિયોને અત્યાર સુધીમાં 29 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ડાન્સ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, તમે ખૂબ જ ક્યૂટ છો. બીજા એક યુઝરે તેને કહ્યું કે કાળો રંગ તેને ઘણો જ સારો લાગે છે
આપને જણાવી દેવા માંગીએ છીએ કે મદાલસાના ઈન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે. મદાલસા શર્મા 26 સપ્ટેમ્બર 1991ના રોજ મુંબઈમાં જન્મી હતી.અભિનેત્રી શીલા શર્માની પુત્રી છે, જેણે બીઆર ચોપરાની મહાભારતમાં દેવકીની ભૂમિકા ભજવી હતી.તેમના પિતા પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક સુભાષ શર્મા છે. તેણે વર્ષ 2018માં મિથુન ચક્રવર્તીના મોટા પુત્ર મહાઅક્ષય સાથે લગ્ન કર્યા હતા. હાલમાં અનુપમા સિરિયલમાં કામ કરીને ગુજરાત અને દેશના તમામ ઘરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.