આખા ભારતમાં ક્રિકેટનો(Cricket)જોરદાર ક્રેઝ છે. તેમાં પણ આઈપીએલ આવી જવાથી ક્રેઝ એટલો વધી ગયો છે. કોઈપણ ક્રિકેટ રસીક આઈપીએલ ક્યારે આવે તેની રાહ જોઈને બેઠો હોય છે. જો કે હવે આવી જ આઈપીએલની જેમ પ્રાઈમ વોલીબોલ લીગ(Prime VolleyBall League)રમવા જઈ રહી છે. જેમાં ગુજરાતનો હર્ષ ચૌધરી(Harsh Chaudhry) પણ રમશે વોલીબોલ પ્રાઈમ લીગમાં પણ આઈપીએલની જેમ જ કુલ 6 ટીમો ભાગ લેશે
ક્રિકેટની IPLની જેમ જ પહેલીવાર વોલીબોલની પ્રાઈમ લીગ યોજાવાની છે. આ વખતે પ્રાઈમ વોલીબોલ લીગ કોચીમાં રમાવાની છે. જેમાં દેશ વિદેશમાંથી આશરે 400 ખેલાડીઓ રમતા જોવા મળશે. લીગમા કાલીકટ હિરોઝ, કોચ્ચી બ્લૂ સ્પાયકર્સ, અમદાવાદ ડિફેંડર્સ, હૈદરાબાદ બ્લેક હોક્સ, ચેન્નઈ બ્લિટ્સ, બેંગલુરૂ ટોર્પિડો, અને કોલકત્તા થંડરબોલ્ટ નામની ટીમ હશે.
મજાની વાત એ છે કે લીગમાં ગુજરાતના પ્લેયર્સ પણ રમતા દેખાશે. તેવા જ એક પ્લેયસ મહેસાણાના હર્ષ ચૌધરી છે. વોલીબોલ લીગ માટે હરાજી થઈ તે હરાજીમાં જ હર્ષની પસંદગી થઈ હતી. હર્ષ અમદાવાદની ડિફેન્ડર ટીમ તરફથી રમતો દેખાશે.
હર્ષ સુરેશભાઈ ચૌધરી મૂળ મહેસાણાના બામોસનાનો વતની છે. જે વોલીબોલની રમતમાં ખૂબ કુશળ ખેલાડી છે. જેણે શાળા કક્ષાએ નેશનલ લેવલે અંડર 16, અંડર 17, અંડર 19મા 4 વખત, એસોસિયેશન નેશનલ મા 6 વખત, કોલેજ લેવલે નેશનલ કક્ષાએ 5 વખત અને સિનિયર નેશનલમાં 4 વખત ભાગ લઈ લીધો છે. હર્ષ ચૌધરી એ ચાર વર્ષ ચરાડા અને પાંચ વર્ષ નડિયાદ સ્પોર્ટ્સ એકેડમી મા તાલીમ લીધેલી છે. હર્ષ અત્યારે કેન્દ્રિય જીએસટી વિભાગમાં ફરજ બજાવે છે.
તમામ ફ્રેંચાઈઝીએ કુલ 14 પ્લેયર્સનું સિલેક્શન કર્યુ છે. જેમા 12 ભારતીય અને 2 વિદેશી પ્લેયર્સનું સિલેક્શન કરાયુ છે. વોલીબોલ લીગનો આવતીકાલથી એટલે કે 17 થી 26 જાન્યુઆરી દરમ્યાન ચેન્નઈમાં કેમ્પ યોજાશે. તથા 5 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી વોલીબોલ લીગ ચાલશે.