કેન્દ્રીય મંત્રી મંડળે ચૂંટણી સુધારાને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં બુધવારે એક બિલને મંજૂરી આપવામાં આવી છે જેમાં ફેક મતદાન રોકવા માટે મતદાન ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા, એક જ મતદાતા યાદી તૈયાર કરવા જેવા નિર્ણય સામેલ છે.
મંત્રી મંડળ તરફથી મંજૂર કરવામાં આવેલા બિલમાં સર્વિસ વોટર્સ માટે ચૂંટણી કાયદાને જેન્ડર ન્યૂટ્ર્લ પણ બનાવવામાં આવશે. બિલમાં એવી જોગવાઇ પણ કરવામાં આવી છે કે અત્યાર સુધી એક વર્ષમાં ચાર અલગ અલગ તારીખો પર મતદાતાના રૂપમાં યુવા ઉમેદવારી કરી શકશે.
વર્તમાનમાં આ વ્યવસ્થા હતી ક એક જાન્યુઆરીએ કટ ઓફની તારીખ હોવાને કારણે મતદાન યાદીથી કેટલાક યુવા વંચિત રહી જાય છે. એક કટ ઓફ તિથિ હોવાને કારણે 2 જાન્યુઆરીએ યુવા 18 વર્ષની વય પુરી થયા બાદ પણ રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી. એવામાં તેમણે લાંબી રાહ જોવી પડતી હતી પરંતુ હવે બિલમાં સુધારા બાદ હવે તેમણે વર્ષમાં ચાર વખત ઉમેદવારી કરવાની તક મળી શકશે.
પત્નીની જગ્યાએ જીવન સાથીનું નામ લખવામાં આવે
આ બિલમાં ચૂંટણી સબંધી કાયદાને સેન્ય મતદાતાઓ મામલે લૈગિક રીતે નિરપેક્ષ બનાવવાની જોગવાઇ છે. વર્તમાન ચૂંટણી કાયદો તેમાં ભેદભાવ કરે છે. પુરૂષ ફૌજીની પત્નીને સેન્ય મતદાતાના રૂપમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાની સુવિધા વર્તમાન કાયદામાં છે પરંતુ મહિલા ફૌજીના પતિને આવી કોઇ સુવિધા નથી. ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને ભલામણ કરી હતી કે ચૂંટણી કાયદામાં પત્ની શબ્દની જગ્યાએ જીવન સાથી અથવા વાઇફની જગ્યાએ સ્પાઉસ લખવામાં આવે તો સમસ્યા હલ થઇ શકે છે.