આચાર્ય ચાણક્ય તેમના જ્ઞાન અને તીવ્ર બુદ્ધિ માટે જાણીતા છે. તેમના સ્વભાવ અને તીક્ષ્ણ બુદ્ધિએ તેમને મહાન રાજદ્વારી, રાજકારણી, અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી બનાવ્યા હતા. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યા બાદ આચાર્યએ ત્યાં લાંબા સમય સુધી અધ્યાપન કર્યું અને તમામ શિષ્યોનું ભવિષ્ય ઘડ્યું હતું. એવું કહેવું ખોટું નહીં હોય કે વર્ષો પહેલા ચાણક્યએ આજના સમય પર પોતાની નીતિમાં આપણે કોનાથી દૂર રહેવું જોઈએ તે અંગેની સમાજ આપી હતી.
ચાણક્યની નીતિઓનું પાલન કરે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી થઈ શકતો. આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ હંમેશા કેટલાક લોકોથી અંતર રાખવું જોઈએ. આ લોકો સાથે રહેવાથી જીવન બરબાદ થઈ શકે છે.
આચાર્ય ચાણક્ય અનુસાર દરેક વ્યક્તિએ હંમેશા ખરાબ આદતો ધરાવતા લોકોથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. વાસ્તવમાં ખોટી આદતો ધરાવતા લોકો સાથે રહેવાથી જીવન બરબાદ થઈ શકે છે. તેથી જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો સારી સંગત હોવી ખૂબ જ જરૂરી છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે, તો વ્યક્તિએ હંમેશા લોભી લોકોથી દૂર રહેવું જોઈએ. કારણ કે લોભી વ્યક્તિ ક્યારેય તમારો પોતાનો બની શકતો નથી, આવી વ્યક્તિઓ માત્ર સ્વાર્થિ છે. આચાર્ય ચાણક્ય અનુસાર, સાચો મિત્ર હંમેશા તે જ હોય છે જે તમારા ખરાબ સમયમાં પણ તમારો સાથ આપે છે. એવા વ્યક્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ જે ખરાબ સમયમાં સાથ ન આપે.
બીજાનું અપમાન કરનારાઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે રહેવાથી માત્ર દુઃખ થાય છે. આચાર્ય ચાણક્ય અનુસાર, જે લોકો પોતાના વડીલોનું સન્માન નથી કરતા અને નાનાને પ્રેમ કરતા નથી તેમની સાથે રહેવાથી તેમનું જીવન બરબાદ થઈ શકે છે.આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિએ હંમેશા બેશરમ લોકોથી દૂર રહેવું જોઈએ.